Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિ.માં અંગ્રેજી ભવનના હેડ VS કોંગ્રેસ પ્રવક્તા:ડૉ.મહેતાએ લેક્ચરરથી લઈ પ્રિન્સિપાલ સુધીની નિમણૂક ખોટી ગણાવતા ડૉ. નિદત બારોટે 50 લાખનો બદનક્ષીનો દાવો કર્યો

    19 घंटे पहले

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનના હેડ ડૉ.કમલ મહેતા અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય એવા પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ.નિદત બારોટ વચ્ચે શાબ્દિક આક્ષેપો- પ્રતિઆક્ષેપોનું દ્વંદ યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં ડૉ.મહેતાએ કરેલી RTI બાદ થયેલા ખુલાસા મુજબ ડૉ.બારોટની લેક્ચરરથી લઈને પ્રિન્સિપાલ સુધીની નિમણૂકો ખોટી હોવાનો આક્ષેપ કર્યો છે. આ સરકારી પૈસાની લૂંટ અને છેતરપિંડી હોવાથી અત્યારસુધી મળેલા તમામ પગારની રિકવરી કરવી જોઈએ તેવી માગ સાથે કુલપતિથી લઈને રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે અને વડાપ્રધાન તેમજ એન્ટી કરપ્શન બ્યુરોમાં રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી છે. સામે પક્ષે કોંગ્રેસના પ્રવક્તા ડૉ.બારોટે પણ પોતાના પર લાગેલા આક્ષેપો ખોટા હોવાનું કહી રાજ્ય સરકારના GR અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓર્ડિનન્સ જાહેર કર્યા છે અને કોર્ટમાં રૂ.50 લાખનો માનહાનિનો દાવો કર્યો છે. નોંધનીય છે કે, ડૉ.બારોટ હાલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલના સભ્ય છે તો આ સાથે જ એજ્યુકેશન ફેકલ્ટી ડીન છે. આ સમગ્ર મામલામાં કુલપતિ કે રજીસ્ટ્રાર પડવા માંગતા ન હોય તેમ તપાસ ચાલુ હોવાનો કક્કો ઘૂંટી રહ્યા છે. નિદત્ત બારોટની ચાર નિમણૂકો UGC-NCTના રેગ્યુલેશન મુજબ અનૈતિક-અમાન્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના હેડ ડૉ. કમલ મહેતાએ RTI અંગે જણાવ્યું હતું કે, મેં જે આરટીઆઈ કરી હતી મે મહિનામાં એમાં મેં નિદત્ત બારોટે ડીન બનવા માટે અને ઈસી મેમ્બર બનવા માટે જે કોઈ પણ ડોક્યુમેન્ટ યુનિવર્સિટીને સબમિટ કર્યા હોય એની તમામની નકલ મેં માંગી હતી. જેમાંથી કેટલીક નકલ મને મળી છે અને કેટલીક નકલ હજૂ મળી નથી. જે નકલ મળી એમાં એમની નિમણૂકને લગતી હતી, પણ પ્રથમ નિમણૂકને લગતા કોઈ પણ ડોક્યુમેન્ટ મને મળ્યા નથી. બાકી બીજા એના સર્ટિફિકેટસ અને પબ્લિકેશનને લગતા ડોક્યુમેન્ટ્સ મળ્યા છે.એના આધારે સ્ટડી કરતા મને લાગ્યું કે નિદત્ત બારોટની ચાર નિમણૂકો (2002માં ટી.એન. રાવ કોલેજમાં લેક્ચરર, 2008માં ગાર્ડી કોલેજમાં પ્રિન્સિપાલ, ફરી ટી.એન.રાવમાં પ્રિન્સિપાલ અને 2017માં આઈએલટી કોલેજમાં પ્રિન્સિપાલ) યુજીસી અને એનસીટીના રેગ્યુલેશનસ મુજબ સ્પષ્ટપણે ઇનવેલીડ અને અનએથિકલ દેખાય છે. 2002ની નિમણૂક: 2002માં એમએડ પૂરું કરીને તરત લેક્ચરર લાગ્યા, પણ ત્યારે નેટ (NET) ફરજિયાત હતું જે તેમણે પાસ કરી નથી. 2008ની નિમણૂક: પ્રિન્સિપાલ બનવા માટે 10 વર્ષનો અનુભવ જરૂરી હતો. જે તેમની પાસે નહોતો. 2017ની નિમણૂક (ILT કોલેજ): 2010ના રેગ્યુલેશન્સ મુજબ પ્રિન્સિપાલ માટે વ્યક્તિ એસોસિએટ પ્રોફેસર હોવો જોઈએ અને 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જે નિદત બારોટ પાસે નથી. મહિને 3 લાખ જેવો પગાર લઈ રહ્યા છે: ડૉ. મહેતા ડૉ. મહેતાએ આક્ષેપ કર્યો કે આ સરકારી પૈસાની લૂંટ અને છેતરપિંડી છે. કારણ કે તેઓ મહિને 3 લાખ જેવો પગાર લઈ રહ્યા છે. ‘કોઈપણ ટ્રસ્ટી તે સંસ્થામાં કર્મચારી બની શકે નહીં કે પગાર ન લઈ શકે’ ટ્રસ્ટ અંગેના મુદ્દા અંગે જણાવ્યું હતું કે, ચેરિટેબલ ટ્રસ્ટના એક્ટ મુજબ, કોઈપણ ટ્રસ્ટી તે સંસ્થામાં કર્મચારી બની શકે નહીં કે પગાર ન લઈ શકે. નિદત્ત બારોટ ટી.એન.રાવ અને ગાર્ડી કોલેજમાં લાઈફ ટાઈમ ટ્રસ્ટી હતા અને અત્યારે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી હોવા છતાં નોકરી કરે છે, જે ગેરકાયદેસર છે. શિક્ષણ મંત્રી, વડાપ્રધાન અને એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ અરજી કરાશે કોલેજ ટ્રાન્સફર અંગે જણાવ્યું કે જામનગરથી રાજકોટ જે કોલેજ ટ્રાન્સફર થઈ છે, તેમાં પણ મોટી ગોબાજાળીની શંકા છે. સરકારના નિર્દેશ મુજબ આવી ટ્રાન્સફરની મંજૂરી આપવી ન જોઈએ. આ અંગે જોઈન્ટ ચેરિટી કમિશનર પાસે કોઈ યોગ્ય નોંધણી થઈ નથી અને વેબસાઈટ પર પણ વિગતો અધૂરી છે. આ બાબતે રજિસ્ટ્રાર, કુલપતિ, કમિશનર ઓફ હાયર એજ્યુકેશન અને ગવર્નરને રજૂઆત કરી છે અને આગામી સમયમાં શિક્ષણ મંત્રી, વડાપ્રધાન અને એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ અરજી કરવામાં આવશે. NCTE આવો પત્ર કેવી રીતે આપી શકે? ડૉ. બારોટ તરફથી થયેલા ખુલાસા બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, હા એના તરફથી એક ખુલાસો કર્યો છે એવું મને ધ્યાનમાં આવ્યું કે પોતે NCTEનો 2011નો પરિપત્ર મૂકે છે. જેમાં NCTE દ્વારા પોતાની તમામ નિમણૂક નિયમસરની છે. હું કહેવા માગું છું કે એના એક પણ ઇન્ટરવ્યુમાં એનસીટીઇના કોઈ પ્રતિનિધિ કાયદેસર હાજર રહી શકતા નથી એના કોઈ ડોક્યુમેન્ટ ભરતીને લગતા NCTEને ક્યારેય સબમિટ કરવામાં આવતા નથી.આવા સંજોગોમાં NCTE આવો પત્ર કેવી રીતે આપી શકે? નિદત બારોટ NCTEમાં મેમ્બર હતા, પદનો દુરુપયોગ તો નથી કર્યો ને? એક વાત ઉમેરીશ કે 2008થી 2011 વચ્ચે નિદતભાઈ બારોટ NCTEમાં મેમ્બર હતા. એણે પોતાના પદનો ત્યાં પણ દુરુપયોગ તો નથી કર્યો ને? બીજું માનો કે હું 12માં ધોરણનો વિદ્યાર્થી હોવ અને મારે માર્કશીટ નકલ જોઇતી હોય તો યુનિવર્સિટીમાં થોડો આવું. જો હું ખરેખર લાયકાત ધરાવતો હોવ તો મને યુનિવર્સિટી સર્ટિફિકેટ આપી શકે. NCTE નહી, NCTE ઇઝ ઓનલી રેકગ્નાઈઝિંગ ઇન્સ્ટિટ્યુટ કે આ સંસ્થા બીએડ પ્રોગ્રામ ચલાવવા માટે લાયક છે કે કેમ એટલા પૂરતો જ એનો એકાધિકાર છે. બીજો કોઈ અધિકાર નથી. ડૉ. મહેતાએ પ્રમોશન મેળવવા ખોટા પ્રમાણપત્રો-સંશોધનપત્રો રજૂ કર્યા: ડૉ.નિદત બારોટ ડૉ.નિદત બારોટે પોતાના પર લાગેલા આક્ષેપો અંગે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ.કમલ મહેતાએ યુનિવર્સિટીમાં પ્રમોશન મેળવવા માટે ખોટા પ્રમાણપત્રો અને સંશોધનપત્રો રજૂ કર્યા. જેની મેં ફરિયાદ કરી હતી જેના આધારે IQAC મારફત જેને સંશોધનપત્રો પ્રસિદ્ધ કર્યા હતા તે મેગેઝીનને ઇમેલ કરી અને વિગત મંગાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કમલ મહેતાએ મેગેઝીનના તંત્રીને મળી પોતાના મેગેઝીનો અનપબ્લિશ કરાવી લીધા. પોતે હવે એક પણ સંશોધન પત્રો ધરાવતા નથી તેના કારણે તેમણે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડના ચેરમેન પદેથી રાજીનામું આપવું પડ્યું. આ વાતથી વ્યથિત થઈને જુદા-જુદા આક્ષેપો થયા છે. ‘મારી અધ્યાપક સહાયક તરીકે નિમણૂક થઈ ત્યારે ઓર્ડિનન્સ 145(બી) અસ્તિત્વમાં હતો’ આક્ષેપો અંગે જણાવીશ કે, NCTE રેગ્યુલેશન છે અમને લાગુ પડે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા GR જે અધ્યાપકની નિમણૂક માટે અધ્યાપક સહાયકોને લાગુ પડે તેની વિગતો આપ ચકાસી શકો છો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીએડ શિક્ષણ વિદ્યાશાખાના આચાર્ય કે અધ્યાપક થવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓર્ડિનન્સ 145(બી) અસ્તિત્વમાં હતો. મારી અધ્યાપક સહાયક તરીકે નિમણૂક થઈ ત્યારે તે ઓર્ડિનન્સ અસ્તિત્વમાં હતો. જે આજે પણ હેન્ડબુકમાં ઉપલબ્ધ છે. ‘મારું પીએચડી 2004માં પૂર્ણ થયું એટલે ડૉ. મહેતાનો આક્ષેપ પાયાવિહોણો’ વર્ષ 2001માં NCTEના નિયમો આવ્યા જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટે નવેમ્બર, 2003માં સ્વીકાર્યા. જે પહેલા સિન્ડિકેટે 28 જાન્યુઆરી, 2003માં સ્વીકાર્યા. આ બંને મંડળોએ સ્વીકૃતિ આપી તે પહેલા મારી નિયુક્તિ થઈ હતી. જે બાદ રાજ્ય સરકારે વર્ષ 2005માં GR બહાર પાડ્યો કે અધ્યાપક સહાયકે નિયુક્તિના પાંચ વર્ષમાં પીએચ.ડી.કરી લેવાનું રહેશે. જેના આધારે ગુજરાતમાં 1000થી વધુ અધ્યાપક સહાયકોની નિયુક્તિ થઈ છે. મારું પીએચડી તો વર્ષ 2004માં પૂર્ણ થઈ ગયું હતું. એટલે ડૉ. કમલ મહેતાનો આક્ષેપ પાયાવિહોણો છે. ‘ડૉ. મહેતા સામે 50 લાખનો બદનક્ષીનો દાવો કર્યો’ જ્યારે આચાર્ય તરીકેની વાત આવે તો પ્રિન્સિપાલ તરીકે મારી નિયુક્તિ વર્ષ 2008માં થઈ હતી. જેમાં NCTEનું વર્ષ 2007નું રેગ્યુલેશન લાગૂ પડે. જેનો ઓર્ડિનન્સ 201 અસ્તિત્વમાં છે. જેમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે બી.એડ. કોલેજના આચાર્ય બનવા માટે પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ જોઈએ. જે પ્રમાણે વર્ષ 2008માં મારો 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ થઈ જતો હતો. જેથી આમાં કશું જ ખોટું થયું નથી અને જ્યાં સુધી કોલેજની વાત છે ત્યાં સુધી કોલેજ કયા સ્થળે ચલાવવી તે રાજ્ય સરકાર અને NCTEનો વિષય છે. જે બંનેની મંજૂરી બાદ રાજ્ય સરકારે કોલેજને રાજકોટ શિફ્ટ કરી. જેમાં વ્યક્તિગત નિદત બારોટનો નિર્ણય હોય શકે નહીં. આ સામૂહિક નિર્ણય હોય છે. તપાસ ચાલુ હોવાથી કંઈ કહી નહીં શકું: કુલપતિ આ બાબતે કુલપતિ ડૉ.ઉત્પલ જોશીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનના પ્રોફેસર અને હેડ ડો.મહેતા દ્વારા ડૉ. બારોટની નિમણૂક બાબતની રજૂઆત કરવામાં આવી છે. જોકે તેની તપાસ ચાલુ હોવાથી તે બાબતે હું વધુ કંઈ કહી નહીં શકું. આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિ. સાથે છેતરપિંડી કરનાર અધ્યાપકને સત્તા મંડળમાંથી દૂર કરવા કોંગી નેતાની માગ
    Click here to Read More
    Previous Article
    ભારે જહેમત બાદ વૃક્ષને રસ્તા પરથી હટાવી દેવાયું:પવઈમાં ચાલતી કાર પર વિરાટ વૃક્ષ તૂટી પડ્યું: ડ્રાઇવરનો આબાદ બચાવ
    Next Article
    21 ગાયો માટે રાત્રે દ્વારકાધીશના દ્વાર ખૂલ્યા:સપનું આવ્યું ને અમદાવાદનો યુવાન ધણ લઇ 380 કિમી ચાલી દ્વારકા પહોંચ્યો, ભગવાનના સન્મુખ દર્શન કરાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment