Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે જહેમત બાદ વૃક્ષને રસ્તા પરથી હટાવી દેવાયું:પવઈમાં ચાલતી કાર પર વિરાટ વૃક્ષ તૂટી પડ્યું: ડ્રાઇવરનો આબાદ બચાવ

    21 hours ago

    ચોમાસાની મોસમમાં મુંબઈમાં વૃક્ષ પડવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ચેમ્બુરમાં સ્કૂલ બસ પર ઝાડ પડતાં 11 વર્ષીય વિદ્યાર્થી વિહાન શ્રીવાસ્તવના મોતની ઘટના હજુ લોકોના મનમાંથી ભૂંસાઈ નથી, ત્યાં હવે પવઈના આઈઆઈટી માર્કેટ વિસ્તારમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. 17 જુલાઈના સવારે 11.49 કલાકે ફુલોરા સોસાયટી, આઈઆઈટી મુખ્ય દરવાજો પાસેના વ્યસ્ત માર્ગ પરથી પસાર થઈ રહેલી એક કાર પર અચાનક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો, જોકે તેને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને કારને ભારે નુકસાન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, સતત વરસાદ અને તેજ પવનના કારણે જમીન નરમ પડી જતાં વિશાળ વૃક્ષનું સંતુલન બગડ્યું અને તે સીધું રસ્તા પરથી પસાર થઈ રહેલી કાર પર તૂટી પડ્યું. પળવારમાં આખી કાર ઝાડની જાડી ડાળીઓ નીચે દટાઈ ગઈ હતી. ડ્રાઇવર કારની અંદર જ ફસાઈ જતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ખાસ કટિંગ સાધનોની મદદથી ઝાડની ડાળીઓ દૂર કરીને ડ્રાઇવરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. તેને સામાન્ય ઇજાઓ થતાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માતને કારણે પવઈના આઈઆઈટી માર્કેટ વિસ્તારમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    અર્નાલા દુર્ઘટનામાં એકનો મૃતદેહ મળ્યો:કુર્લાના શીતલ તળાવમાં ડૂબી જતાં 19 વર્ષીય યુવકનું મોત
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિ.માં અંગ્રેજી ભવનના હેડ VS કોંગ્રેસ પ્રવક્તા:ડૉ.મહેતાએ લેક્ચરરથી લઈ પ્રિન્સિપાલ સુધીની નિમણૂક ખોટી ગણાવતા ડૉ. નિદત બારોટે 50 લાખનો બદનક્ષીનો દાવો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment