Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા મનપાના રિપોર્ટમાં 19 નમૂના સબસ્ટાન્ડર્ડ:માવો, ગોળ, આઇસક્રીમ સહિતની ચીજવસ્તુ ખાવાલાયક નહીં; નિમ્ન કક્ષાનો ખોરાક વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

    2 weeks ago

    વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અંતર્ગત કામ કરતા ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના નાગરિકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતત ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાદ્ય પદાર્થોના રીટેલર, હોલસેલર, રેસ્ટોરન્ટ તેમજ રસ્તા પર ઉભી રહેતી ખાણી-પીણીની લારીઓ પર કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમો દ્વારા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કરીને પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. 19 ખાધ પદાર્થો સબ સ્ટાન્ડર્ડ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીના આ પૃથ્થકરણ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં માવો, ગોળ, વેનીલા આઈસ્ક્રીમ, તુવેર દાળ, પનીર તેમજ હળદર પાવડર સહિત કુલ 19 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ 'સબ સ્ટાન્ડર્ડ' એટલે કે ગુણવત્તા વિહીન માલૂમ પડ્યા છે. રોજીંદા વપરાશમાં લેવાતી આ વસ્તુઓમાં ભેળસેળ અથવા તો નિર્ધારિત ધોરણો મુજબની ગુણવત્તા ન જળવાઈ હોવાનું સામે આવતા પાલિકાના આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીરતાથી લીધી છે. નિમ્ન કક્ષાનો ખોરાક વેચી સ્વાસ્થ્ય સાથે ચેડા આ તમામ 19 ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ થતાં જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત ફુડ બિઝનેસ ઓપરેટરો (FBOs) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભેળસેળયુક્ત કે નિમ્ન કક્ષાનો ખોરાક વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક દંડાત્મક પગલાં લેવા તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ આગળની કાનૂની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પાલિકાની આ ત્વરિત અને કડક કામગીરીથી અપ્રમાણિક વેપારીઓમાં ફાળ પડી છે, જ્યારે તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ભવિષ્યમાં પણ આ પ્રકારનું ચેકિંગ સઘન રીતે ચાલુ રહેશે. કોના કોના નમૂના રિપોર્ટમાં સબ સ્ટાન્ડર્ડ જાબેર
    Click here to Read More
    Previous Article
    હાઈ ડ્રિમ વેલનેશ સ્પામાંથી ફરી વખત કુટણખાનું ઝડપાયું:સંચાલકો બહારના રાજ્યોમાંથી લલનાઓ બોલાવી મસાજના નામે દેહવ્યાપાર કરાવતા, ગ્રાહકો પાસે રૂ.4000 લઇ રૂ.2000 પોતે રાખતા
    Next Article
    Heatwave In India: रात-रात भर नहीं आती बिजली, Cooler की ताड़ना, गर्मी से लोग परेशान | Social List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment