Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબાળી ડેમમાંથી રમાઘાટ ડેમમાં પાણી છોડવા મંજૂરી:ગઢડાના ખેડૂતોને સિંચાઈ માટે રાહત મળશે

    1 day ago

    ગઢડા તાલુકાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. લીંબાળી સિંચાઈ ડેમમાંથી ગઢડાના રમાઘાટ ડેમમાં પાણી છોડવાની સરકારે મંજૂરી આપી છે. બોટાદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર યશ પટેલે આ માહિતીની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, પાણી છોડવા માટે મૌખિક મંજૂરી મળી ગઈ છે અને સાંજ સુધીમાં સત્તાવાર આદેશ પણ જારી કરાશે. વરસાદની અછતને કારણે ખેતીના પાકને પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. આ મુદ્દે ગઢડા નગરપાલિકા અને સ્થાનિક આગેવાનોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, જેના પગલે આ નિર્ણય લેવાયો છે. લીંબાળી ડેમમાંથી પાણી છોડવામાં આવતા રમાઘાટ ડેમ ભરાશે. આનાથી ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચશે અને ઊભા પાકને જીવનદાન મળશે તેવી અપેક્ષા છે. લીંબાળી સિંચાઈ ડેમ ગઢડા તાલુકાના આશરે 15 ગામો માટે જીવાદોરી સમાન છે. આ નિર્ણયથી ગઢડા, માંડવધાર, કેરાળા, રામપરા, વાવડી, અડતાળા, લાખણકા સહિત અનેક ગામોના ખેડૂતોને સીધો લાભ થશે.
    Click here to Read More
    Previous Article
    મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના નામે ઠગાઈ:ચાંદખેડામાં ખેડૂત અને તેમના મિત્રો પાસેથી સારું વળતર આપવાનું કહીને ગઠિયાએ 19 લાખ પડાવ્યા
    Next Article
    Fact Check: Did a Judge Really Order Kai Cenat's Ex to Pay $2 Million?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment