Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં UPSC-GPSC સેમિનાર, યુવાનોને કારકિર્દી માર્ગદર્શન:કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા ઉપસ્થિત, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું

    9 hours ago

    મોરબીમાં UPSC, GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક વિશેષ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ઉપસ્થિત રહી હજારો યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના સંયુક્ત ઉપક્રમે શનાળા રોડ સ્થિત શિવ હોલ ખાતે આ સેમિનારનું આયોજન કરાયું હતું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસમાં યુવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે યુવાનોને કૌશલ્ય વિકાસ, સખત મહેનત અને આત્મનિર્ભરતા દ્વારા 'વિકસિત ભારત @2047'ના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપવા આહવાન કર્યું હતું. તેમણે મોરબી ITI ખાતે નિર્માણ પામનારી નવી હોસ્ટેલ સુવિધાનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે સરકાર સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ અદ્યતન કૌશલ્યલક્ષી કોર્સ શરૂ કરી રહી છે. આ ઉપરાંત, મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિવિધ તાલીમ કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે. મોરબીના મેયર ઉત્તમ સુરાણીએ નવી હોસ્ટેલને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનો પાયો ગણાવ્યો હતો. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ યુવાનોને સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરીને આયોજનબદ્ધ તૈયારી કરવા પ્રેરણા આપી હતી. સેમિનારમાં રોજગાર વિભાગના નિષ્ણાતો અને કાઉન્સિલર્સ દ્વારા UPSC, GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વૈજ્ઞાનિક અભ્યાસ પદ્ધતિ, સ્માર્ટ સ્ટડી ટેકનિક, સમય વ્યવસ્થાપન અને પરીક્ષાની તૈયારી અંગે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મનીષ કાંજીયા, રોજગાર અને તાલીમ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    યાસ્તિકા 'લક્કી બેટ'નો ઉપયોગ મેચ રમવા માટે જ કરશે:ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર સદી ફટકારી વડોદરા પરત ફરેલી બરોડિયન ગર્લે કહ્યું- 'હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું'
    Next Article
    કતારગામમાં વાહનને પીળી પટ્ટીમાંથી બહાર કાઢી ટોઈંગ, CCTV:ટ્રાફિક ACPએ કહ્યું-ફરિયાદી અને વાહન માલિક વચ્ચે સમાધાન, દંડ લીધા વગર વાહનો મુક્ત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment