Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાસ્તિકા 'લક્કી બેટ'નો ઉપયોગ મેચ રમવા માટે જ કરશે:ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર સદી ફટકારી વડોદરા પરત ફરેલી બરોડિયન ગર્લે કહ્યું- 'હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું'

    8 hours ago

    ઈંગ્લેન્ડના પ્રખ્યાત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 142 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત રમાયેલી મહિલા ટેસ્ટ મેચમાં ભારતીય મહિલા ટીમે જીત મેળવી છે. આ મેચમાં બરોડાની દીકરી અને વિકેટકીપર-બેટર યાસ્તિકા ભાટિયાએ ત્રીજી ઇનિંગ્સમાં 158 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 113 રનની સદી ફટકારીને લોર્ડ્સ પર સદી કરનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. આ સિદ્ધિ સાથે તે લોર્ડ્સ ઓનર્સ બોર્ડ પર નામ અંકિત કરનાર પ્રથમ મહિલા ક્રિકેટર પણ બની છે. ત્યારે આજે 18 જુલાઈ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા યાસ્તિકા ભાટિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. BCA ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિકેટકીપર-બેટર યાસ્તિકા ભાટિયાએ જણાવ્યું હતું કે, લોર્ડ્સમાં બેટિંગ કરવી સરળ નથી, અને જે બેટથી સદી ફટકારી છે તેને હું પ્રેક્ટિસમાં વાપરવાને બદલે માત્ર મેચ માટે જ વાપરીશ. ભારતની આ સ્ટાર મહિલા બેટ્સમેનનું હવે પછીનું મુખ્ય લક્ષ્ય ઓલિમ્પિક ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે. BCAએ યાસ્તિકા ભાટિયાનું સ્વાગત કર્યું હતું વડોદરા એરપોર્ટ પર યાસ્તિકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે 18 જુલાઈએ બરોડા ક્રિકેટ એસોસિએશન ખાતે મીડિયા સાથે કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પોતાની સફર, પડકારો અને ભાવિ લક્ષ્યો વિશે વાત કરી હતી. તેમણે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) અને તેના પ્રમુખ પ્રણવ અમીનનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. BCAના પદાધિકારીઓ, કોચ, સિલેક્ટર્સ, સપોર્ટ સ્ટાફ અને સાથી ખેલાડીઓને પોતાની કારકિર્દીનું મુખ્ય પીઠબળ ગણાવતાં યાસ્તિકાએ BCCI, ટીમ મેનેજમેન્ટ અને પરિવારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. 'ત્યાં બેટિંગ કરવી બિલકુલ સરળ નથી' લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના પડકારો વિશે વાત કરતાં યાસ્તિકાએ કહ્યું કે, પ્રથમ ઇનિંગ્સમાં થયેલી ભૂલોમાંથી શીખીને બીજી વખત તેઓ વધુ સમજી-વિચારીને રમ્યાં. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ ક્યારેય વ્યક્તિગત સદી વિશે નહીં, પરંતુ ટીમના સ્કોર અને રન રેટ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. '100મા રન માટે દોડતી વખતે એડ્રેનાલિન રશ જેવો અનુભવ' ઇન્ટરવ્યુમાં યાસ્તિકાએ સદી પૂરી કર્યા પછીની ભાવુક ક્ષણનું વર્ણન કરતાં જણાવ્યું કે, 100મા રન માટે દોડતી વખતે અદ્ભુત એડ્રેનાલિન રશ જેવો અનુભવ થયો હતો. હેલ્મેટ ઉતારીને સાથીઓ તરફ જોતી વખતે છેલ્લા બે ત્રણ વર્ષના સંઘર્ષની તમામ યાદો તાજી થઈ ગઈ હતી. તેમણે આ અનુભવની સરખામણી મહાકાલ અને ગુરુદેવ દત્ત મંદિરમાં ભગવાન સામે ઊભા રહીને થતી પવિત્ર અનુભૂતિ સાથે કરી અને ભગવાન તથા પરિવારનો આભાર માન્યો હતો. યાસ્તિકાને ડાબા પગમાં ઇજા થઈ ને નિરાશ થઈ ઇજાના કપરા સમયની વાત કરતાં યાસ્તિકાએ કહ્યું કે, ડાબા પગની ACL ઇજાએ તેમને ખૂબ નિરાશ કરી હતી. આ સમયે કિરણ સરના પ્રોત્સાહન અને સપોર્ટથી તેઓ મેદાન પર પરત આવ્યાં હતાં. પુનર્વસન દરમિયાન શરૂઆતના મહિનાઓમાં પ્રગતિ ન દેખાતી હોવા છતાં તેમણે હિંમત ન હારી અને આખી તૈયારી નવેસરથી શરૂ કરી હતી. બરોડિયન ગર્લ યાસ્તિકાનું ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલનું સ્વપ્ન ભવિષ્ય વિશે વાત કરતાં યાસ્તિકાએ સ્પષ્ટ કર્યું કે, તેમનો મુખ્ય ધ્યેય ભારત માટે વધુમાં વધુ મેચો જીતવાનો અને વર્લ્ડ કપ જીતવાનો છે. તેઓ જે પણ વર્લ્ડ કપમાં રમે તેમાં શાનદાર પ્રદર્શન કરીને દેશને ટ્રોફી અપાવવા માગે છે. વળી, 2028માં ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભારતીય ટીમનો ભાગ બનીને ગોલ્ડ મેડલ જીતવાની તેમની મક્કમ ઇચ્છા છે. યાસ્તિકા ભાટિયાની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર ભારતીય મહિલા ક્રિકેટ માટે ઐતિહાસિક પળ છે. આ પણ વાંચો સેન્ચુરી ફટકારી લોર્ડ્સ ક્વિન બની બરોડિયન ગર્લ યાસ્તિકા, પિતા બોલ્યા-મને કહ્યું સદી બાદ બેટ ઊંચું કર્યું, ત્યારે તમારો ને મમ્મીનો ચહેરો દેખાતો હતો ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 142 વર્ષના ઇતિહાસમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી, જેમાં બરોડિયન ગર્લ યાસ્તિકા ભાટિયા(વિકેટકીપર અને બેટર)એ સેન્ચુરી ફટકારીને આ મેદાન પર સદી કરનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. યાસ્તિકાએ મેચની ત્રીજી ઇનિંગ્સમાં 158 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 113 રનની ઇનિંગ રમી હતી. મેચ બાદ યાસ્તિકાએ પરિવારને ફોન કર્યો હતો અને "પપ્પા, જ્યારે મેં સદી ફટકારીને બેટ ઊંચું કર્યું, ત્યારે મને તમે ચારેય જણા(મમ્મી, પપ્પા, બહેન, દાદા) નજર આવતા હતા, દાદાજી પણ મને નજર આવતા હતા કે, જાણે મને આશીર્વાદ આપી રહ્યા છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, 2ના મોત:પાંચથી સાત લોકો સળગ્યા, ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ અને એમ્બ્યુલન્સ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ ઉપર
    Next Article
    મોરબીમાં UPSC-GPSC સેમિનાર, યુવાનોને કારકિર્દી માર્ગદર્શન:કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા ઉપસ્થિત, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment