Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારગામમાં વાહનને પીળી પટ્ટીમાંથી બહાર કાઢી ટોઈંગ, CCTV:ટ્રાફિક ACPએ કહ્યું-ફરિયાદી અને વાહન માલિક વચ્ચે સમાધાન, દંડ લીધા વગર વાહનો મુક્ત કરાયા

    11 घंटे पहले

    સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ખાનગી કર્મચારીઓની મનસ્વી કામગીરી ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે નિયમબદ્ધ રીતે પીળી પટ્ટીની અંદર પાર્ટ કરેલા ટુ-વ્હીલરને ક્રેનના કર્મચારીઓ બહાર કાઢીને બળજબરીપૂર્વક ટોઈંગ કરે છે. આ સમગ્ર મામલો ભારે વિવાદ પકડતા આખરે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓને આમાં દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. ટ્રાફિક વિભાગના એસીપી વી.પી. ગામિતનો સત્તાવાર ખુલાસો ટ્રાફિક વિભાગના એસીપી વી.પી. ગામિતે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે, આ ઘટના 11 જુલાઈના રોજ કતારગામ વિસ્તારમાં આવેલી પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે બની હતી. આ ઔદ્યોગિક વસાહતમાં ઘણી બધી અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝ અને કારખાના આવેલા છે. અહીં કામ કરતા અને કારખાના ધરાવતા લોકો અવારનવાર પોતાની બાઈકો ગલીઓમાં તેમજ આજુબાજુની જગ્યાઓ પર પાર્ક કરતા હોય છે. 11 જુલાઈએ કંટ્રોલ રૂમની હેલ્પલાઇન પર એક કોલર દ્વારા એવી ફરિયાદ મળી હતી કે, આ એસ્ટેટમાં આડેધડ ગમે ત્યાં પાર્કિંગ કરવામાં આવે છે, જેના કારણે ટ્રાફિક શાખા રીઝન-2ની એક ક્રેન ત્યાં તપાસ અર્થે મોકલવામાં આવી હતી. પરસ્પર સમાધાન થતાં વાહનો મુક્ત કરાયા એસીપીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, જ્યારે ટ્રાફિક વિભાગની ક્રેન ઘટનાસ્થળે પહોંચી ત્યારે મૂળ ફરિયાદી ત્યાં જ હાજર હતા. તેમણે ક્રેનના કર્મચારીઓને જણાવ્યું હતું કે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આગળ જે બાઇકો પાર્ક કરવામાં આવી છે તે બહારના લોકોની છે અને તેના કારણે સ્થાનિકોને પોતાના વાહનો મૂકવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. આ બાબતને ધ્યાને રાખીને ક્રેનના કર્મચારીઓએ ત્યાંથી બે બાઇકો ઉપાડી હતી. જો કે, થોડી જ વારમાં તે બાઈકના અસલી માલિકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ ફરિયાદી અને બાઈક ચાલકો વચ્ચે પાર્કિંગ બાબતે જે સામાન્ય ઝઘડો અને ગેરસમજ હતી તેનું સ્થળ પર જ પરસ્પર સમાધાન થઈ ગયું હતું. આથી માનવતાવાદી અભિગમ અપનાવીને બંને બાઈકો દંડ વસૂલ્યા વિના પરત સોંપી દેવામાં આવી હતી. આ કેસમાં કોઈ જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી અને કોલરને સંતોષ થતાં ક્રેન ત્યાંથી રવાના થઈ ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં UPSC-GPSC સેમિનાર, યુવાનોને કારકિર્દી માર્ગદર્શન:કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા ઉપસ્થિત, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
    Next Article
    પ્રેમલગ્ન બાદ પત્નીને ઘરમાં ન રાખી:પતિ-સસરા સામે દહેજ, જાતિગત અપમાનનો ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment