Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમલગ્ન બાદ પત્નીને ઘરમાં ન રાખી:પતિ-સસરા સામે દહેજ, જાતિગત અપમાનનો ગુનો દાખલ

    11 hours ago

    પાટણ સિટી બી. ડિવિઝન પોલીસ મથકે પ્રેમ લગ્ન કરનાર એક અનુસૂચિત જાતિની યુવતીએ પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ શારીરિક-માનસિક ત્રાસ, દહેજની માંગણી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદી પ્રિયાન્સીબેન રવીન્દ્રભાઈ સાલવીએ આરોપી સ્વયંમકુમાર ધર્મેશભાઇ સાલવી જૈન અને તેમના પિતા ધર્મેશભાઇ સાલવી જૈન સામે આક્ષેપો કર્યા છે. પ્રિયાન્સીબેન અને સ્વયંમકુમાર વચ્ચે વર્ષ 2018માં પાટણની કે.ડી. પોલિટેકનિકલ કોલેજમાં અભ્યાસ દરમિયાન પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ તેમણે પરિવારની જાણ બહાર પ્રેમ લગ્ન કર્યા હતા અને પાટણ નગરપાલિકામાં તેની નોંધણી પણ કરાવી હતી. લગ્ન બાદ પતિ સ્વયંમકુમારે પ્રિયાન્સીબેનને પોતાના ઘરે લઈ જવાનું ટાળ્યું હતું. પત્નીએ ઘરમાં રાખવાની માંગણી કરતા પતિએ જણાવ્યું હતું કે તેના માતા-પિતા જ્ઞાતિવાદમાં માને છે અને આભડછેટ રાખતા હોવાથી તેને સ્વીકારવા તૈયાર નથી. આ બાબતે પ્રિયાન્સીબેને સસરા ધર્મેશભાઇને ફોન કરતા તેમણે પણ જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને છૂટાછેડા આપી દેવા જણાવ્યું હતું. આ વિવાદ અંગે અગાઉ પોલીસ મથકે અરજી અને ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો દાવો દાખલ થયો હતો, જેના પગલે પતિએ સમાધાન કરાર કરી આપ્યા હતા. તેમ છતાં પતિએ પત્નીને ઘરે લઈ જવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં પતિ ફરિયાદીના પિતાના ઘરે આવીને ઉશ્કેરાઈ ગયો હતો અને રૂપિયા 10 થી 15 લાખ દહેજની માંગણી કરી હતી. આ દરમિયાન તેણે પત્નીને જાતિ વિષયક અપમાનિત કરી જમણા ગાલે લાફો પણ માર્યો હતો. એક પ્રસંગે ફરિયાદી બીમાર હોવા છતાં પતિએ ઘરે આવીને મારઝૂડ કરી હતી. આ ઉપરાંત, શારદા સિનેમા નજીક રસ્તામાં સસરા ધર્મેશભાઇએ પણ ફરિયાદીને રોકીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો બોલી ગાળો આપી હતી. આ સતત મળતા ત્રાસ અને જ્ઞાતિ વિષયક અપમાનથી કંટાળીને યુવતીએ પાટણ સિટી બી. ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    કતારગામમાં વાહનને પીળી પટ્ટીમાંથી બહાર કાઢી ટોઈંગ, CCTV:ટ્રાફિક ACPએ કહ્યું-ફરિયાદી અને વાહન માલિક વચ્ચે સમાધાન, દંડ લીધા વગર વાહનો મુક્ત કરાયા
    Next Article
    આઇસરનું ટાયર ફરી વળતા યુવકનું માથું છુંદાયું:હાથીજણ રિંગરોડ પર આઇસરની અડફેટે બાઈકચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત; 12 દિવસમાં બીજી અકસ્માતની ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment