Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઇસરનું ટાયર ફરી વળતા યુવકનું માથું છુંદાયું:હાથીજણ રિંગરોડ પર આઇસરની અડફેટે બાઈકચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત; 12 દિવસમાં બીજી અકસ્માતની ઘટના

    10 hours ago

    અમદાવાદના હાથીજણ રિંગરોડ પર વધુ એક અકસ્માત થયો છે. રિંગરોડ પર આઇસર ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. જે બાદ આઇસર ટ્રકનું ટાયર ફરી વળતા બાઈક ચાલકનું માથું ચગદાઈ ગયું હતું. અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું હતું. બનાવ અંગે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આઇસર ટ્રકની ટક્કરે બાઈક ચાલકનું મોત મળતી માહિતી મુજબ કઠવાડા રહેતો ભલુ ભાર્ગવ નામનો 25 વર્ષીય યુવક બાઇક લઈને હાથીજણ રિંગરોડ પરથી જઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પૂર ઝડપે ઈંટો ભરેલી આઇસર ટ્રક આવી રહી હતી જેને ભાર્ગવના બાઈકને ટક્કર મારી હતી. ટક્કર વાગતા ભાર્ગવ બાઇક પરથી નીચે પટકાયો હતો અને ટ્રકના ટાયર ભાર્ગવના માથા પરથી ફરી વળી હતી. ટ્રકનું ટાયર ફરી વળતા યુવકનું માથું છુંદાયું ભાર્ગવના માથા પરથી ટ્રક ફરી વળતા ભાર્ગવનું માથું છુંદાઈ ગયું હતું જેના કારણે સ્થળ પર જ ભાર્ગવનું મોત થયું હતું. અકસ્માતમાં ભાર્ગવના બાઈકને કોઈ નુકસાન થયું નહોતું, પરંતુ ભાર્ગવનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ સમગ્ર રિંગરોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતા જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. 12 દિવસ અગાઉ આ જ રિંગરોડ પર એક્ટિવા પર જતી મા-દીકરાનું અકસ્માતમાં મોત થયું હતું.
    Click here to Read More
    Previous Article
    પ્રેમલગ્ન બાદ પત્નીને ઘરમાં ન રાખી:પતિ-સસરા સામે દહેજ, જાતિગત અપમાનનો ગુનો દાખલ
    Next Article
    કુલ 14 આરોપી પાસેથી 31 હથિયાર કબ્જે કરાયા:'વેપન કાર્ટેલ'માં મુખ્ય સહિત 3 સપ્લાયર વધુ 4 દિવસના રિમાન્ડ પર, આજે વધુ એક આરોપી 3 ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment