Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના હાદાનગર વિસ્તારમાં મારામારી:ઘર પાસે ઉભા રહેવા બાબતે યુવક અને તેના ભાઈ પર 4 શખસોનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

    1 day ago

    ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા અને ખાનગી નોકરી કરતા યુવાન અને તેમના ભાઈ પર ઘર પાસે ઉભા રહેવા બાબતે ચાર શખસો દ્વારા લાકડી અને ઢીકાપાટુથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 4 લોકોએ લાકડી, ઢીકા-પાટુનો માર માર્યો પરેશ આલ ઉ.વ.32એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 10 જુલાઈના રોજ રાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારે હાદાનગર શિવશક્તિ સોસાયટીમાં પોતાના દાદાના ઘર પાસે મિત્ર અને ભાઈ સાથે ઉભા હતા. તે સમયે સામે રહેતા શામળા શેલાણા ત્યાં આવ્યા હતા અને તેમને ત્યાં ઉભા રહેવાની ના પાડી ગાળો આપવા લાગ્યા હતા. ​વાતચીત દરમિયાન શામળાએ ઉશ્કેરાઈને પરેશને લાફો મારી દીધો હતો. ત્યારબાદ શામળાનો પુત્ર મિલન, અલ્પેશ જબરાભાઈ અને મુન્નાભાઈ કુકાભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અલ્પેશે પરેશના માથામાં લાકડીથી પ્રહાર કર્યો હતો. જ્યારે મુન્નાએ તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો. આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ​આ ઝઘડામાં વચ્ચે પડેલા પરેશના કાકાના દીકરા તુષાર રાજુભાઈને બચાવવા જતાં, મુન્નાએ તેમના માથામાં પણ લાકડીનો ઘા મારી દીધો હતો. હુમલાખોરોએ આટલેથી ન અટકતા પરેશ અને તુષારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કે, "આજે લોકો વચ્ચે આવી ગયા એટલે બચી ગયા, હવે પછી સામે જોશો તો જીવતા નહીં છોડીએ. 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત પરેશ અને તુષારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પરેશને માથામાં બે ટાંકા અને તુષારને નવ ટાંકા આવ્યા હતા, સારવાર બાદ પરેશએ બોરતળાવ પોલીસ મથકે શામળા શેલાણા, મિલન શામળાભાઈ, અલ્પેશ જબરાભાઈ તથા મુન્ના કુકાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ઉંડેરા વિસ્તારમાં ગટર મિશ્રિત પાણી આવતા લોકો પરેશાન:રસ્તાઓ ઉપર પણ ગટરના પાણી ઉભરાતા ઉગ્ર આંદોલનની ચીમકી, રોગચાળો ફાટે તેવો ભય
    Next Article
    How India's Indo-Pacific Strategy Is Countering China's 'String of Pearls'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment