Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાહેબ મિટિંગમાં છે:CMOના એક અધિકારી અને AAPના ધારાસભ્ય વચ્ચે એક કલાક બંધબારણે ગુફતગૂ, મહેસૂલ કર્મચારીઓની હડતાળ સમેટાઈ પણ બદલીનો મુદ્દો લટકી ગયો!

    12 hours ago

    દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… CMOના અધિકારી અને APPના ધારાસભ્ય વચ્ચે એક કલાક બંધબારણે ચર્ચા! ગાંધીનગર સચિવાલયમાં હાલ એક બંધબારણે થયેલી મુલાકાત ચર્ચાનો વિષય બની છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા અને બ્લોક નંબર-1માં બેસતા એક અધિકારી સાથે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ લગભગ એક કલાક સુધી ચર્ચા કરી હોવાની વાત સચિવાલયના વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. સામાન્ય રીતે ધારાસભ્યો અધિકારીઓને પ્રજાના પ્રશ્નો, વિકાસકામો અને વિવિધ રજૂઆતો માટે મળતા હોય છે, પરંતુ આ મુલાકાતમાં કયા મુદ્દે ચર્ચા થઈ તે અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. આથી સચિવાલયના કર્મચારીઓ અને રાજકીય વર્તુળોમાં સવાલો ઊઠી રહ્યા છે કે પ્રજાલક્ષી કામકાજ સાથે સીધો સંબંધ ન ધરાવતા હોવાનું મનાતા આ અધિકારી સાથે ધારાસભ્યની આટલી લાંબી બેઠકમાં એવું તો શું ચર્ચાયું હશે? જોકે, મુલાકાતનો હેતુ અને ચર્ચાના વિષય અંગે સત્તાવાર માહિતી ઉપલબ્ધ ન હોવાથી હાલ આ મામલો સચિવાલયનાં વર્તુળોમાં ચર્ચા પૂરતો જ સીમિત છે. મનપાની ચૂંટણીમાં હાર, ભાજપના કાર્યકરોની અંબાજીમાં બાધા ફળી? ગાંધીનગર મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપના આંતરિક રાજકારણમાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપના એક ઉમેદવારની હાર બાદ પક્ષના જ કેટલાક કાર્યકરો અંબાજી ખાતે બાધા પૂરી કરવા ગયા હોવાની વાત રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. રસપ્રદ વાત તો એ છે કે અંદાજે 13 જેટલા કાર્યકરો એકસાથે બાધા પૂરી કરવા ગયા હોવાનું કહેવાય છે. હવે આ બાધા કોના માટે હતી અને ઉમેદવારની હાર સાથે તેનો કોઈ સંબંધ હતો કે કેમ, તે અંગે કોઈ પુષ્ટિ નથી. જોકે, રાજકીય ગલિયારામાં કટાક્ષ થઈ રહ્યો છે કે વિરોધીઓ કરતાં પોતાના જ લોકોની નારાજગી ભારે પડે તો ઉમેદવાર કરે પણ શું? ચૂંટણીમાં હાર બાદ હારનાં કારણોની સમીક્ષા થતી હોય છે, પરંતુ અહીં તો પક્ષની અંદર જ કોણ કોની સાથે હતું અને કોણ કોની વિરુદ્ધ, તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સાચું કારણ ભલે સ્પષ્ટ ન હોય, પણ આ કિસ્સાએ ભાજપના સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો નવો મુદ્દો જરૂર આપ્યો છે. મહેસૂલી કર્મચારીઓની હડતાળમાં 14 મુદ્દે સમાધાન, પણ બદલીનો મુદ્દો અધૂરો રહી ગયો? મહેસૂલ તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ સમેટાયા બાદ મહેસૂલી કર્મચારીઓમાં એક મુદ્દાને લઈને અંદરખાને ચર્ચા ચાલી રહી હોવાનું કહેવાય છે. હડતાળ દરમિયાન કર્મચારીઓની માગણીઓના 14 મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ અમદાવાદ કલેક્ટર કચેરીના કેટલાક મહેસૂલી કર્મચારીઓની બદલીનો મુદ્દો પણ તેમાં ઉમેરાયો હોવાની ચર્ચા છે. આંદોલનમાં સક્રિય રહેલા કર્મચારીઓની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી હોવાની વાત સામે આવ્યા બાદ આ બદલી રોકવાની માગણી પણ ઊઠી હતી. મહેસૂલ મંત્રી સાથેની બેઠક બાદ 14 મુદ્દાઓને લઈને સમાધાન થયું, પરંતુ બદલી રોકવાની માગણીનો ઉકેલ આવ્યો ન હોવાની ચર્ચા કર્મચારી વર્તુળોમાં થઈ રહી છે. હવે કર્મચારીઓમાં સવાલ ઊઠી રહ્યો છે કે હડતાળના મુખ્ય મુદ્દાઓ પર સમાધાન થઈ ગયું, પરંતુ બદલીનો મુદ્દો કેમ બાકી રહ્યો? આ મામલે સત્તાવાર સ્પષ્ટતા વિના હાલ કર્મચારી વર્તુળોમાં અટકળોનો દોર ચાલુ છે. દૂધે ધોયેલા કહીને નિમણૂક થાય છે, પરંતુ આ જ દૂધે ધોયેલા કૌભાંડો કરે તો તંત્ર જવાબદારી લેવા તૈયાર નથી ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાના સમયગાળાના બહાર આવી રહેલા કૌભાંડના કારણે સરકારની હાલત ખરાબ થઈ છે. તેમજ સમગ્ર શિક્ષણ ક્ષેત્રનું ખરાબ ચિત્ર ઉભું થઇ રહ્યું છે. કુલપતિની નિમણૂકમાં કઇ સંસ્થા પડદા પાછળ હોય છે તેની ખબર છે એટલે કોઇ ખુલીને બોલી શકે તેમ નથી. સચિવાલયમાં ચર્ચા છે કે, આ કક્ષાનો કોઇ વ્યક્તિ આપવામાં આવે ત્યારે તે દૂધે ધોયેલો છે તેમ કહીને અપાય છે અને જ્યારે તેના કાળા કામો બહાર આવે ત્યારે તેની જવાબદારી લેવા કોઇ તૈયાર થતું નથી. નિરજા ગુપ્તાના કૌભાંડો બહાર આવે અને પરિણામરૂપ દાખલો બેસે તેની રાહ જોઇને અનેક બેઠા છે. બ્યુરોક્રેટ્સમાં લાગણી છે કે,સરકારે હવે રાજકારણ-સગાવાદને છોડીને લાયક ઉમેદવારોની જ નિમણૂક કરવી જોઈએ. જેથી અમને અને સરકારને શાંતિ થાય. GPCBની વેબસાઈટ જાહેર નાગરિકો માટે બંધ કરવા પાછળનો નિર્ણય કોનો? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હવા-પાણીનું પ્રદૂષણ ઘટાડવા વાસ્તવમાં કેટલા પગલાં ભરે છે તેની કાયમ ટીકાત્મક ચર્ચા થતી હોય છે. હવે જીપીસીબીએ તેમની વેબસાઇટ જાહેર જનતા જોઇ ન શકે તેવી સ્થિતિ ઉભી કરી દીધી છે. સરકારના કોઇ વિભાગ કે તેની પેટા સંસ્થાઓએ કર્યું નથી તેવું નિયંત્રણ જીપીસીબીએ કર્યું છે. જીપીસીબીની વેબસાઇટ ખોલતા તેમાં લોગીન થવા ઇ-મેઇલ માગવામાં આવે છે. તેમાં નાગરિક પોતાનો ઇ-મેઇલ અને પાસવર્ડ નાખે તો પણ તે વેબસાઇટ ખુલતી નથી. તેના કારણે ઉદ્યોગલક્ષી જીપીસીબીની માહિતી મેળવવા માગતા લોકો પણ તેનાથી વંચિત રહે છે. જીપીસીબી જાહેર એકમ છે અને તેના નિયમો સહિતની બાબતો તેની વેબસાઇટ ઉપર જાહેર કરે છે ત્યારે આવી સેન્સરશીપ લાદવાનો વિચાર કયા અધિકારીનો છે તે સવાલ સચિવાલયમાં છે. GARCએ 2025માં વચગાળાના 6 અહેવાલ જાહેર કર્યા, 2026માં એકપણ અહેવાલ નહીં ગુજરાતના વહીવટી તંત્રને સરળ બનાવવા અને શાસનને ઓછું બોજરૂપ બનાવવા માટે સ્થપાયેલું GARC- ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશને તેના અહેવાલો સુપ્રત કર્યા પછી હવે શાંતિના તબક્કામાં હોય તેવું લાગે છે. કમિશને 2025માં આઠ મહિના દરમિયાન સરકારને છ વચગાળાના અહેવાલો સબમિટ કર્યા હતા, પરંતુ 2026માં અત્યાર સુધી કોઈ નવો અહેવાલ બહાર આવ્યો નથી. અધ્યક્ષ અને મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, મુખ્ય સચિવ એમ.કે. દાસ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના નેતૃત્વ હેઠળ, કમિશન વહીવટી સુધારણાના એજન્ડાને આગળ ધપાવી રહ્યું છે. ચર્ચાઓ દર્શાવે છે કે તેનું ધ્યાન અગાઉની ભલામણોને અમલમાં મૂકવા અને આખરી સંકલિત અહેવાલ તૈયાર કરવા તરફ કેન્દ્રિત થયું છે. ફેબ્રુઆરી 2027માં કમિશનની મુદત પૂરી થઈ રહી હોવાથી, હવે ધ્યાન એ વાત પર કેન્દ્રિત છે કે વિભાગો તેની ભલામણો પર કેટલી ઝડપથી પગલાં લે છે અને આખરી અહેવાલ શું કોંક્રીટ પરિણામો આપે છે. GARCનો પડકાર હવે માત્ર બીજો અહેવાલ સુપ્રત કરવાનો નથી, પરંતુ એ સાબિત કરવાનો છે કે સરકારને સરળ બનાવવાની તેની ભલામણો પોતે જ અમલદારશાહીનું બીજું સ્તર બની રહી નથી.
    Click here to Read More
    Previous Article
    ટાઇગર શ્રોફ પર ગોળીબારના 4 વીડિયો:શૂટર્સે ગોળીબાર કર્યો, ડ્રાઇવર ઘાયલ થયો; એક્ટર ડ્રાઇવિંગ સીટ પર આવ્યા; કાર લઈને જતા રહ્યા
    Next Article
    'ટેરિબલ એક્સપિરિયન્સ, વેરી ઇરિટેટિંગ':ખેલૈયાઓએ રિલ્સ બનાવી સો.મીડિયા માથે લીધું, ફૂડ ખૂટી પડ્યું, મિસમેનેજમેન્ટથી અફરાતફરી, વિવાદોથી ઘેરાયા અમદાવાદના ગરબા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment