Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ટેરિબલ એક્સપિરિયન્સ, વેરી ઇરિટેટિંગ':ખેલૈયાઓએ રિલ્સ બનાવી સો.મીડિયા માથે લીધું, ફૂડ ખૂટી પડ્યું, મિસમેનેજમેન્ટથી અફરાતફરી, વિવાદોથી ઘેરાયા અમદાવાદના ગરબા

    13 hours ago

    અમદાવાદમાં આ વર્ષે નવરાત્રી દરમિયાન 60થી વધુ નાના-મોટાં આયોજનોમાં રંગેચંગે ગરબા યોજાયા હોવા છતાં સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડમાં આયોજકોના ભારે મિસમેનેજમેન્ટ અને લોકોની હેરાનગતીની નેગેટિવ વાતો છવાયેલી છે. સાચી નવરાત્રીમાં ફાયર એનઓસીના અભાવે બીજા નોરતે થયેલી તોડફોડ હોય કે રંગ મોરલા ગરબામાં એનાઉન્સમેન્ટથી ઊભો થયેલો વિવાદ હોય, શરૂઆતથી જ મોટા આયોજનોમાં પ્રાથમિક સલામતી અને વ્યવસ્થાનો આભાવ જોવા મળ્યો છે. 15,000ની ટિકિટ ધરાવતા પ્રીમિયમ ‘સફેદ પરિંદે’માં ગરબામાં 16 ઓક્ટોબરે પાસમાં ફૂડ ઇન્ક્લુડેડ હોવા છતાં કેટરિંગ સેવાઓ ન મળતા કંટાળેલા લોકોએ જાતે જ પીઝા-કોફી બનાવવાનો વારો આવ્યો હતો. મોંઘાદાટ પાસ વેચવા છતાં આયોજકો માટે ખેલૈયાઓની સુવિધા કરતાં પૈસા કમાવા વધુ મહત્વના બની ગયા હોય તેવો રોષ લોકોનો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. એક યુવતીએ તો કહ્યું કે, ટેરિબલ એક્સપિરિયન્સ, વેરી ઇરિટેટિંગ. મોટાભાગના ગરબા ગ્રાઉન્ડ્સ પર ક્ષમતા કરતા વધુ લોકોને અંદર ઘુસાડી દેવા, પાર્કિંગની યોગ્ય સુવિધા ન હોવી અને બહાર કિલોમીટરો સુધી ભયંકર ટ્રાફિક જામ થવો એ હવે આયોજકોના મિસમેનેજમેન્ટ સામે રોષ છે. હજારો રૂપિયા ખર્ચીને પરિવાર અને મિત્રો સાથે ગરબા એન્જોય કરવા આવતા ગરબા રસિકોને ગ્રાઉન્ડ પર પહોંચ્યા પછી પાર્કિંગ માટે ઝઘડવું પડે છે, લાઈનોમાં ધક્કા ખાવા પડે છે અને સિક્યુરિટી સાથે માથાકૂટ કરવી પડે છે. મોંઘા પાસ ખરીદ્યા પછી પણ સુવિધાઓના નામે મીંડું મળતા ખેલૈયાઓ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. આ પરિસ્થિતિને જોતા ઇન્ફ્લુઅન્સર હિના મકવાણા સહિત અનેક લોકો હવે પાર્ટી પ્લોટમાં નવરાત્રી યોજવાની આવી વેપારી પ્રથા સાવ બંધ જ થઈ જવી જોઈએ તેવો સૂર વ્યક્ત કરી રહ્યા છે. મિસમેનેજમેન્ટને લઈને યુવક-યુવતીઓનો ઈનસ્ટામાં રોષ 'એક પણ જગ્યાએ મેનેજમેન્ટ સારું જોવા મળ્યું નથી' ઇન્ફ્લુઅન્સર અને કન્ટેન્ટ ક્રિએટર હિના મકવાણાએ ભાસ્કર સાથેની વાતમાં કહ્યું હતું કે, આ વર્ષની નવરાત્રીમાં ખૂબ જ ખરાબ અનુભવ મારો રહ્યો છે અત્યારે હું ઇન્સ્ટાગ્રામ ખોલું તો વારંવાર નવરાત્રીને લઈને કંઈક ને કંઈક નેગેટિવ રિલ આવી રહી છે. હવે ઘણા લોકો જૂઠું પણ બોલતા હોય શકે અને ઘણા સાચું બોલીને પણ રીલ બનાવી રહ્યા છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વર્ષની નવરાત્રી ખૂબ જ ખરાબ રહી છે. લોકેશન, પાર્કિંગની વ્યવસ્થા, ફૂડ સ્ટોલ કે પછી ઓવર ક્રાઉડની વાત હોય આ નવરાત્રીમાં એક પણ જગ્યાએ મેનેજમેન્ટ સારું જોવા મળ્યું નથી. છઠ્ઠા નોરતે અમે રંગ મોરલામાં ગયા હતા. જગ્યા ખૂબ જ નાની અને ગ્રાઉન્ડ કરતાં વધારે પબ્લિક ભરી દેવામાં આવી હતી. '10,000ના પાસ ખરીદ્યા બાદ પણ અમારે ઉભા ઉભા જમવું પડ્યું' 'આપણે જ્યારે પણ મુવી જોવા જતા હોઈએ છીએ તો શું એમાં એક સીટમાં બે લોકોને બેસાડતાં નથી તો પછી નવરાત્રીના ગ્રાઉન્ડમાં જો 1500ની પબ્લિક જ આવી શકતી હોય તો તેમાં 2500ની પબ્લિક લાવવાનું મતલબ શું. રંગ મોરલામા અમે લગભગ સાડા સાત હજારના પાસ ખરીદ્યા હતા છતાં અમે એક કલાક પણ ત્યાં રોકાયા ન હતા એટલી ભીડ હતી. ‘અગાઉ હું બીજા નોરતે શેરી અફેરના ગરબામાં ગઈ હતી. લોકો વાતો કરતા હતા કે ત્યાં લિમિટેડ ક્રાઉડ જ હોય છે, પરંતુ હું ત્યાં પહોંચી ત્યારે મને રિયાલિટી ખબર પડી કે ત્યાં પણ ઓવર ક્રાઉડ જ પબ્લિક હતી.’ 'કલંક તો આપણા ગુજરાત પર જ લાગવાનો છે' ‘દેશમાં આપણી ગુજરાતની અને ગુજરાતમાં અમદાવાદની નવરાત્રી ખૂબ જ વખાણ થતા હોય છે. પરંતુ હવે લોકો જાગૃત થયા છે અને ઇન્સ્ટાગ્રામના મારફતે રીલ બનાવતા થયા છે જેથી મને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આપણા ગુજરાતના માથે કલંક લાગી રહ્યો છે કારણ કે લોકો આ વીડિયો જોવે છે તો કલંક તો આપણા ગુજરાત પર જ લાગવાનો છે.’ 'પાર્ટી પ્લોટ વાળી પ્રથા બંધ કરી દેવી જોઈએ' કોલકત્તામાં થતી દુર્ગા પૂજા વિશે હિનાએ કહ્યું હતું કે, ત્યાં દુર્ગાપૂજાનો ઉત્સવ મનાવવામાં આવે છે, પરંતુ પ્રિ-પૂજા કે પોસ્ટ પૂજા કરવામાં આવતી નથી. આપણે ત્યાં તો કલ્ચર એટલું ખરાબ થઈ ગયું છે કે નવરાત્રિના નામે પ્રિ અને પોસ્ટ નવરાત્રી કરીને આયોજકો કમાવાની લાલચમાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી દેતા હોય છે. 'શેરીમાં જે ગરબા થાય છે ત્યાં આપણી જનરેશનના લોકો ખૂબ ઓછા હોય છે અને સિનિયર સિટીઝન વધારે હોય છે એટલે આપણે પોતાના મનથી ગરબા કરી શકતા નથી એટલા માટે જ આપણી જનરેશનના લોકો બહાર પાર્ટી પ્લોટમાં ગરબા કરવાનું પ્રિફર કરતા હોય છે. આ વર્ષે નવરાત્રીમાં જે મેં અનુભવ કર્યો છે અને મેં જે જોયું છે તેના પરથી હું ચોક્કસ એવું કહેવા માંગીશ કે પાર્ટી પ્લોટ વાળી પ્રથા બંધ કરી દેવી જોઈએ. હું તો એટલું જ કહેવા માંગીશ કે અત્યારે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે અને આ પ્રકારના ઇવેન્ટમાં જવું જ ન જોઈએ.'
    Click here to Read More
    Previous Article
    સાહેબ મિટિંગમાં છે:CMOના એક અધિકારી અને AAPના ધારાસભ્ય વચ્ચે એક કલાક બંધબારણે ગુફતગૂ, મહેસૂલ કર્મચારીઓની હડતાળ સમેટાઈ પણ બદલીનો મુદ્દો લટકી ગયો!
    Next Article
    DGVCLના વીજબીલથી સુરત મનપાની સીલીંગ પ્રક્રિયાનો ભાંડો ફૂટ્યો:ત્રણ વર્ષથી સીલ રહેલી ફેક્ટરીઓના હજારો રૂપિયાના બિલ આવ્યા, અધિકારીઓના ગલ્લાતલ્લા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment