Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉધનામાં DGVCL ટ્રાન્સફોર્મર નીચે જ્વલનશીલ હોટ ફિક્સ કચરાના ઢગલા:લિંબાયત-વરાછાની આગ પછી પણ સુરત મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં

    7 hours ago

    સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હરિ ઈચ્છા પૂજા ઇન્ડસ્ટ્રી પાસે રોડ પર જ જ્વલનશીલ ગણાતા હોટ ફિક્સ વેસ્ટના મસમોટા ઢગલા ખડકાઈ ગયા છે. સૌથી વધુ ગંભીર બાબત એ છે કે આ જોખમી કચરો સીધો DGVCLના વીજ ટ્રાન્સફોર્મર નીચે જ ફેંકવામાં આવ્યો છે. જરાક અમથો શોર્ટ-સર્કિટનો તણખો પણ અહીં કાળો કેર વર્તાવી શકે તેમ છે, છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે. આ જ પ્રકારના કચરામાં આગની વિકરાળ ઘટનાઓ બની ચૂકી રસ્તાની એક તરફ કચરાના પહાડ અને બીજી બાજુ આડેધડ વાહન પાર્કિંગને કારણે સામાન્ય નાગરિકો માટે માત્ર માંડ પસાર થઈ શકાય તેટલો જ સાંકડો રસ્તો બચ્યો છે. ટ્રાફિકની ભયંકર સમસ્યા અને અકસ્માતનું જોખમ સતત તોળાતું રહે છે. ભૂતકાળના ગંભીર બનાવો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. હજુ માંડ બે દિવસ પહેલાં જ લિંબાયત વિસ્તારમાં આ જ હોટ ફિક્સ વેસ્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અગાઉ વરાછા અને પુણા વિસ્તારમાં પણ આ જ પ્રકારના કચરામાં આગની વિકરાળ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. હાઇ-વોલ્ટેજ ટ્રાન્સફોર્મર નીચે જ્વલનશીલ સામગ્રી ફેંકાઈ આટલી વારંવાર બનતી ઘટનાઓ અને ચેતવણીરૂપ બનાવો છતાં પાલિકાનું તંત્ર કચરાના નિકાલ માટે કોઈ કડક પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ઔદ્યોગિક એકમો દ્વારા ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડાડીને જાહેર માર્ગો અને હાઇ-વોલ્ટેજ ટ્રાન્સફોર્મર નીચે જ્વલનશીલ સામગ્રી ફેંકવામાં આવે છે, પરંતુ કોઈ દંડ કે કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાઈ રહ્યો લોકો સવાલ કરી રહ્યા છે કે શું પાલિકા અને પોલીસ તંત્ર ઉધનામાં કોઈ ભયાનક અગ્નિકાંડ અને નિર્દોષ લોકોના જીવ જવાની રાહ જોઈ રહ્યું છે? હવે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાઈ રહ્યો છે અને તંત્ર તાત્કાલિક આ કચરો હટાવી જવાબદાર તત્વો સામે કડક કાનૂની પગલાં ભરે તેવી માગ ઊઠી છે.
    Click here to Read More
    Previous Article
    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો:ટાસ્ક ફ્રોડ અને ફેક આઈસગેટ કૌભાંડમાં 3 વર્ષથી ફરાર હતો, બે દિવસમાં 5.17 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવ્યા'તા
    Next Article
    ગોવાથી લાવેલો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો,:જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ગોવાથી આઈસર ટ્રકમાં લવાયેલ વિદેશી દારૂની બોટલો સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી, રૂા. 7.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment