Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર સોલંકીએ થાનગઢ, મૂળી તાલુકાની મુલાકાત લીધી:વહીવટી કામગીરીની સમીક્ષા કરી, લોકપ્રશ્નો સાંભળ્યા

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને પારદર્શક બનાવવાના હેતુથી થાનગઢ અને મૂળી તાલુકાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વહીવટી કામગીરીની સમીક્ષા કરી અને લોકપ્રશ્નો સાંભળ્યા હતા. થાનગઢ તાલુકાની મુલાકાત દરમિયાન કલેક્ટરે થાનગઢ પોલીસ સ્ટેશનની કાયદો-વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈને અરજદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ ઉપરાંત, કલેક્ટરે પુરવઠા નાયબ મામલતદારની દફતર તપાસણી સહિત મામલતદાર કચેરીની વિવિધ શાખાઓની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલુકા મથકની મુલાકાત બાદ કલેક્ટરે ગ્રામ્ય સ્તરની સ્થિતિ જાણવા માટે આણંદપર (થાન), હિરાણા અને મૂળી તાલુકાના લીયા ગામની મુલાકાત લીધી હતી. આ ગામોમાં તલાટીના સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી હતી. તેમણે ગામમાં કોઈ પણ બાળક કુપોષિત ન રહે તેની તકેદારી રાખવા અને તાલીમી શિક્ષકો દ્વારા નિયમિત દવા અપાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. કલેક્ટરે બાળકોના વાલીઓને પોષણ અને આરોગ્ય બાબતે જરૂરી માર્ગદર્શન આપી યોગ્ય કાળજી લેવા જણાવ્યું હતું. આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ માટે સંબંધિત CDPOને પણ જરૂરી આદેશો આપવામાં આવ્યા હતા. ગ્રામજનો સાથેના સંવાદ દરમિયાન, ગામના રોડ-રસ્તા અને પીવાના પાણીની સમસ્યાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. કલેક્ટરે આ પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે સાથે રહેલા આયોજન અધિકારી અને સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર જ જરૂરી આયોજન કરવા અને હકારાત્મક નિકાલ લાવવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, કલેક્ટરે મૂળી પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. તેમણે પોલીસ સ્ટેશનની વહીવટી કામગીરી, સરકારી રેકોર્ડની નિભાવણી અને સમગ્ર પંથકમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ઉપસ્થિત પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને કલેક્ટરે કાયદો-વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા બાબતે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    સોનગઢમાં ગટર કામગીરી દરમિયાન વીજ વાયર તૂટ્યો:જીવંત વાયરથી દુર્ઘટનાનો ભય, DGVCLએ જોડાણ કર્યું
    Next Article
    Iran - US War LIVE Update | ઈરાન મોટો હુમલો કરવાની તૈયારીમાં? Trump એ કેમ કરી પાછી પાની? | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment