Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય વાયુસેનાનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ:આસામમાં AN-32 વિમાનમાં લેન્ડ થતાં જ આગ લાગી, બે ટુકડા થયા; પાયલટના મોતની આશંકા

    2 days ago

    આસામના જોરહાટમાં રૌરિયા એરબેઝ પર શનિવારે સવારે લેન્ડિંગ દરમિયાન એક સૈન્ય વિમાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વિમાન એરબેઝ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. દુર્ઘટના બાદ તેમાં આગ લાગી ગઈ અને તેના બે ટુકડા થઈ ગયા. આ AN-32 માલવાહક વિમાન હતું, જેનો ઉપયોગ સૈનિકો અને સામાનની હેરફેર માટે થાય છે. દુર્ઘટનામાં પાયલટનો જીવ ગુમાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે આ મામલે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. દુર્ઘટનાના ફોટા જુઓ… AN-32 કાર્ગો વિમાન પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં પણ ઉતરવામાં સક્ષમ ભારતીય વાયુસેના પાસે લગભગ 100 એન્ટોનોવ AN-32 ટેક્ટિકલ ટ્રાન્સપોર્ટ વિમાનોનો કાફલો છે. જોકે, IAF એ શરૂઆતમાં સોવિયેત મૂળના આવા 125 વિમાનો ખરીદ્યા હતા, પરંતુ હવે સક્રિય-ડ્યુટી વિમાનોની સંખ્યા લગભગ 100 રહી ગઈ છે. AN-32 એ 1980 થી IAF ની મધ્યમ-લિફ્ટ ટ્રાન્સપોર્ટ ક્ષમતાઓની કરોડરજ્જુ તરીકે કામ કર્યું છે. ગરમ હવામાન અને હિમાલય જેવા ઊંચા વિસ્તારોમાં ઓપરેશન દરમિયાન તેની મજબૂતીને કારણે તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમે તેને સતત અપડેટ કરી રહ્યા છીએ..
    Click here to Read More
    Previous Article
    Indian Air Force transport plane crashes in Assam’s Jorhat
    Next Article
    સોનગઢમાં ગટર કામગીરી દરમિયાન વીજ વાયર તૂટ્યો:જીવંત વાયરથી દુર્ઘટનાનો ભય, DGVCLએ જોડાણ કર્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment