Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર SDMના નામે 15 લાખની લેતીદેતીના કથિત ઓડિયો-વીડિયો વાઈરલ:ડ્રાઈવર બોલ્યો- 'સાહેબ 13માં નથી માનતા 15 કહે છે, હું લીલીઝંડી આપી દવ એટલે બે-ત્રણ દિવસમાં ઓર્ડર'

    6 days ago

    ભાવનગર શહેરના અશાંતધારો અમલમાં છે એવા ક્રેસન્ટ સર્કલ વિસ્તારની એક પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટે પ્રાંત અધિકારીને કરવામાં આવેલી અરજી બાબતે લાખો રૂપિયાની લેતીદેતીના કથિત ઓડિયો અને વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. કથિત ઓડિયો-વીડિયોમાં મહિલા એસડીએમના ડ્રાઈવરનું નામ સામે આવતા એસડીએમ તરફથી તેને તાત્કાલીક અસરથી છુટો કરી દેવામાં આવ્યો છે. આ મામલે યોગ્ય તપાસ કરવા માટે એસપીને પણ જાણ કરવામાં આવી છે. મહિલા પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, આ મામલામાં મારું કોઈ ઈન્વોલ્વમેન્ટ નથી. અશાંતધારા વિસ્તારમાં મિલ્કતના ખરીદ-વેચાણનો મામલો ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ વિસ્તાર કે જ્યાં અશાંતધારો અમલી છે. નિયમ મુજબ આ વિસ્તારમાં મિલ્કતના ખરીદ-વેચાણ પહેલા તંત્રની મંજૂરી લેવી પડતી હોય છે. ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી આઠ દુકાનોના ખરીદ-વેચાણ માટે અરજી કરવામાં આવી હતી. જે અરજી બાબતે મહિલા પ્રાંત અધિકારીના આઉટસોર્સિંગ હેઠળ ફરજ બજાવતા ડ્રાઈવરે પૈસાની માગણી કરી હોવાનો કથિત ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. વિવાદ વકરતા મહિલા SDMએ કહ્યું- 'મારું કોઈ ઈન્વોલ્વમેન્ટ નથી' આ વિવાદ વકરતા ભાવનગર SDM પ્રતિભા દહિયાએ સ્પષ્ટતા કરી છે કે, ​આ માહિતી કાલે અમને પણ મીડિયા દ્વારા જ મળી હતી. કાલે દિવસમાં મને ફોન આવ્યા હતા જ્યારે અમને ખબર પડી કે આ પ્રકારનું કંઈક ચાલી રહ્યું છે અને સાંજે એક વીડિયો મારી સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો, જેના દ્વારા મને ખબર પડી કે મારો ડ્રાઈવર છે. મારા બે ડ્રાઈવર છે, તેમાંથી એક આ ગાડી ચલાવે છે અને બીજો બીજી ગાડી ચલાવે છે તો આ ડ્રાઈવર કોઈ થર્ડ પાર્ટી સાથે કોઈ ફાઈલ બાબતે પૈસાની માંગણી કરી રહ્યો છે, ​વીડિયોમાં જે ડ્રાઈવર દેખાય છે તેનું નામ મોમીન ભાઈ છે. હવે કઈ ફાઈલ અમને તો એ ફાઈલ વિશે ક્યારેય ખબર નહોતી, કાલે જે મીડિયામાં આવ્યું છે તેના પછી અમે આ બાબતે તપાસ કરાવી રહ્યા છીએ કે કયા સંદર્ભમાં વાત થઈ રહી છે તે જે પૈસાની માંગણી કરી રહ્યો હતો તે એક કરતાં વધુ ફાઈલો માટે છે કે કોઈ સિંગલ સ્ટેન્ડ અલોન ફાઈલ માટે છે, તેની માહિતી અત્યારે અમારી પાસે નથી અમે તેની તપાસ કરાવી રહ્યા છીએ. ​મેં વીડિયો જોયો છે અને સાંભળ્યો છે હવે તે મારું નામ લઈ રહ્યો છે, પણ તેની સાથે મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, ડ્રાઈવર અમારો રેગ્યુલર સ્ટાફ નથી હોતો કે જેની સાથે અમે કોઈ અંગત વાત કરીએ, ડ્રાઈવર આઉટસોર્સિંગનો સ્ટાફ છે તે માત્ર ગાડી ચલાવે છે. મારે બે ડ્રાઈવર છે ક્યારેક બીજો ડ્રાઈવર ગાડી ચલાવે છે તો ક્યારેક આ ચલાવે છે. તેની સાથે મારી આજ સુધી કોઈ પણ અંગત વાત થઈ હોય કે તેમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય એવું નથી, આ તપાસનો વિષય છે બાકી મેં એસપીને આ બાબતે પત્ર લખ્યો છે કે, તેઓ આગળની કાર્યવાહી કરે, આજે મેં પોલીસની કાર્યવાહી તો પોલીસ જ કરશે ને, મેજિસ્ટ્રેટ પાસે એવી કોઈ પાવર નથી, મેં તેને તાત્કાલિક અસરથી છૂટો કરી દીધો છે. જે મારા અધિકારમાં હતું, હવે જે પોલીસની કાર્યવાહી છે, કે જે ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સર્ક્યુલેટ થઈ રહ્યા છે, વીડિયો અને ઓડિયો સર્ક્યુલેટ થઈ રહ્યા છે તે ક્યાં હતો, કોની સાથે વાત કરી રહ્યો હતો તેની તપાસ હું ન કરી શકું, એ તો પોલીસનો વિષય છે, એટલે એસપીને મેં ફરિયાદ કરી છે. અમે ત્રણ સ્તરે અશાંતધારા વિસ્તારની અરજીની તપાસ કરીએ છીએ- SP આ અંગે ભાવનગર એસપી ડો. નિતેષ પાંડયે એ જણાવ્યું હતું કે, આશાંત ધારા બાબતે જે છે જ્યારે પણ કોઈ મિલકત ટ્રાન્સફર થતી હોય તો પોલીસના અભિપ્રાય લેવામાં આવે છે એમાં પહેલાં થાણાથી અભિપ્રાય આપવામાં આવે છે પછી એના આધારે અમારા DYSP સિટી અભિપ્રાય આપે છે પછી SP કક્ષાએ અભિપ્રાય આપીને અમારા જે અહેવાલ છે એ SDMને મોકલવામાં આવે છે, અમે મેરિટના આધારે અને બધું જોઈને જે એનો અભિપ્રાય અમે નેગેટિવ જ આપીએ છીએ અને આશરે મહિનાની લગભગ 40-50 જેવી પ્રપોઝલ મહિનાની આવે છે.
    Click here to Read More
    Previous Article
    નાના ગરેડિયા શાળાના વિદ્યાર્થીએ બે પરીક્ષામાં મેળવી સફળતા:CET અને નવોદયમાં મેરીટ, જામનગરનું નામ રોશન કર્યું
    Next Article
    કુલદીપ પટેલ સતત બીજા વર્ષે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ:વિકસિત ભારત યંગ લીડર ડાયલોગમાં PM સમક્ષ રજૂ કર્યા મૌલિક વિચારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment