Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્તિ પછી પણ ભણાવતા શિક્ષક શાંતિલાલ પાડલિયાનું સન્માન:મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓને અંગ્રેજી અને CETની તૈયારી કરાવે

    10 hours ago

    મોરબીના મૂળ ગાળા ગામના નિવૃત્ત શિક્ષક શાંતિલાલ પાડલિયા નિવૃત્તિ પછી પણ સક્રિય છે. સુરતમાં શિક્ષક તરીકે ફરજ બજાવ્યા બાદ તેઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા અને વતન મોરબી પાછા ફર્યા હતા. નિવૃત્ત થયા પછી પણ તેમણે વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલુ રાખ્યું છે. શાંતિલાલ પાડલિયા વજેપરવાડી, સભારાવાડી અને માધાપરવાડીની સરકારી માધ્યમિક અને પ્રાથમિક શાળામાં નિયમિત રીતે જાય છે. તેઓ પોતાના સમય, ટિફિન અને ટિકિટના ખર્ચે વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય ભણાવે છે. આ ઉપરાંત, તેઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની પરીક્ષા માટે પણ વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. જે વિદ્યાર્થીઓ સાચા જવાબ આપે છે, તેમને તેઓ પોતાના ખર્ચે ઇનામ આપીને પ્રોત્સાહિત કરે છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિ બદલ શાળા પરિવારે તેમનો આભાર માન્યો હતો. શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ તેમને પુસ્તક અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કપરાડામાં 108માં સગર્ભાની પ્રસૂતિ:રસ્તામાં પીડા વધતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર અપાઈ, માતા અને નવજાતને ધરમપુર હોસ્પિટલ ખસેડાયાં
    Next Article
    નવસારીમાં અકસ્માત ઘટાડવા બાઈક રેલી યોજાઈ:'રાઈડ વિથ પ્રાઈડ'ના નારા સાથે 150થી વધુ બાઈક સવારો જોડાયા, કેબિનેટ મંત્રી નરેશ પટેલ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment