Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપરાડામાં 108માં સગર્ભાની પ્રસૂતિ:રસ્તામાં પીડા વધતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર અપાઈ, માતા અને નવજાતને ધરમપુર હોસ્પિટલ ખસેડાયાં

    11 hours ago

    વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 108 એમ્બ્યુલન્સ ફરી એકવાર આરોગ્ય સંજીવની બનીને સામે આવી છે. નીલોશી ગામની 34 વર્ષીય સગર્ભાને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ પ્રસૂતિની પીડા વધી જતાં 108 એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી હતી. EMT રોશની રાઉત અને પાયલોટ ઉમેશ નાયકાએ સમયસૂચકતા દાખવી તાત્કાલિક સારવાર આપી માતા અને નવજાત બાળકને વધુ સારવાર માટે ધરમપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. સાતમી પ્રેગ્નન્સી હોવાથી હાઈ રિસ્ક જાહેર કરાઈ મળતી માહિતી મુજબ, કપરાડા તાલુકાના નીલોશી ગામે રહેતા રામુભાઈ વળવીનાં 34 વર્ષીય પત્ની ચાનુબેનને પ્રસૂતિની પીડા ઉપડતાં પરિવારજનો તેમને કપરાડાની સરકારી હોસ્પિટલ (CHC) ખાતે લઈ ગયા હતા. ચાનુબેનની આ સાતમી પ્રેગ્નન્સી હોવાથી તબીબોએ તેને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ગણાવી હતી. જેથી વધુ સારવાર અને સુરક્ષિત પ્રસૂતિ માટે તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. રસ્તામાં પીડા વધતાં એમ્બ્યુલન્સમાં જ કરાવી પ્રસૂતિ તબીબોની સલાહ બાદ ચાનુબેનને TUTERKHED IFT 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ લઈ જવામાં આવી રહ્યાં હતાં. જોકે, રસ્તામાં જ તેમની પ્રસૂતિની પીડા અચાનક વધી જતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ડિલિવરી કરાવવી જરૂરી બનતાં એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા EMT રોશની રાઉત અને પાયલોટ ઉમેશ નાયકાએ તાત્કાલિક નિર્ણય લીધો હતો. બંનેએ એમ્બ્યુલન્સને રસ્તાની બાજુએ સુરક્ષિત રીતે ઊભી રાખી હતી. ત્યારબાદ EMT રોશની રાઉતે જરૂરી તબીબી પ્રક્રિયા હાથ ધરી સાંજે 6:35 વાગ્યે એમ્બ્યુલન્સમાં જ ચાનુબેનની સફળ પ્રસૂતિ કરાવી હતી. આ રીતે મુશ્કેલ પરિસ્થિતિમાં 108નો સ્ટાફ પરિવાર માટે મદદરૂપ બન્યો હતો. માતા અને નવજાતને ધરમપુર હોસ્પિટલ ખસેડાયાં બાળકના જન્મ બાદ EMT રોશની રાઉતે ERCP કરી તબીબી સલાહ મુજબ માતા અને નવજાત બાળકને જરૂરી પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ બંનેને વધુ સારવાર અને દેખરેખ માટે ધરમપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરિવારજનોએ 108ના સ્ટાફનો આભાર માન્યો રસ્તામાં જ ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફે સમયસર નિર્ણય લઈ પ્રસૂતિ કરાવી હતી. EMT રોશની રાઉત અને પાયલોટ ઉમેશ નાયકાની સમયસૂચકતા અને તાત્કાલિક કામગીરીને કારણે માતા અને નવજાત બાળકને સમયસર સારવાર મળી હતી. આ કામગીરી બદલ ચાનુબેનના પરિવારજનોએ 108ના બંને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પ્રદૂષિત પાણીથી જમીન બચાવવા ખેડૂતોની મહા રેલી:દીપડાના હુમલામાં પાંચ વર્ષની બાળકીનું મોત, 29 જૂના કાયદા સમેટી 4 નવા લેબર કોડ,આપના 29 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા
    Next Article
    નિવૃત્તિ પછી પણ ભણાવતા શિક્ષક શાંતિલાલ પાડલિયાનું સન્માન:મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓને અંગ્રેજી અને CETની તૈયારી કરાવે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment