Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં અકસ્માત ઘટાડવા બાઈક રેલી યોજાઈ:'રાઈડ વિથ પ્રાઈડ'ના નારા સાથે 150થી વધુ બાઈક સવારો જોડાયા, કેબિનેટ મંત્રી નરેશ પટેલ હાજર રહ્યા

    9 hours ago

    રોડ અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા એક માર્ગ સલામતી બાઈક રેલીનું આયોજન કરાયું. આ જનજાગૃતિ બાઈક રેલી આજે સવારે 8:00 વાગ્યે સર્કિટ હાઉસથી શરૂ થઈ. તે ઇટાડવા ત્રણ રસ્તા, છાપરા ચાર રસ્તા અને સિંધી કેમ્પ થઈને પરત સર્કિટ હાઉસ ખાતે પૂરી થઈ. આ રેલીમાં 150થી વધુ બાઈક સવારોએ ઉત્સાહથી ભાગ લીધો. તેમણે અંદાજે 15 કિલોમીટર જેટલું અંતર કાપીને નાગરિકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાનો સંદેશ આપ્યો. આ કાર્યક્રમ અંગે માહિતી આપતા કેબિનેટ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સમગ્ર દેશ અને ગુજરાતમાં વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમો ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂરા થવાના અવસરે રાષ્ટ્રસેવા અને જનસેવાના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ અભિયાનના ભાગરૂપે આજે નવસારી જિલ્લામાં વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, RTO તેમજ વિવિધ NGOs અને સંગઠનોના સહયોગથી અકસ્માતો રોકવા માટે આ જનજાગૃતિ રેલી યોજાઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જો વાહનચાલકો થોડી સાવચેતી રાખે અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરે, તો અકસ્માતો ઘટાડી શકાય છે. આ રેલીના પ્રસ્થાન પ્રસંગે કલેક્ટર, જિલ્લા પોલીસ વડા , જિલ્લા વિકાસ અધિકારી , સ્થાનિક ચૂંટાયેલા આગેવાનો તેમજ સંગઠનના અગ્રણીઓ હાજર રહી સવારોને પ્રોત્સાહન આપ્યું.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્તિ પછી પણ ભણાવતા શિક્ષક શાંતિલાલ પાડલિયાનું સન્માન:મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓને અંગ્રેજી અને CETની તૈયારી કરાવે
    Next Article
    2 Nashik Siblings Left Their Jobs To Start A Food Truck. Now, They Earn Rs 70,000 Per Month

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment