Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાન મોદીએ પોરબંદર રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કર્યું:અમૃત ભારત યોજના હેઠળ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું, રાણાવાવ ખાતે નવા કોચ મેન્ટેનન્સ યાર્ડના નિર્માણ થશે

    एक दिन पहले

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધરથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 75 પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું ઇ-લોકાર્પણ કર્યું. આ 75 સ્ટેશનોમાં પોરબંદર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે પોરબંદર રેલવે સ્ટેશન કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું છે. તેમણે ભારતીય રેલવેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલા પરિવર્તનોને યાદ કર્યા. મંત્રીએ ભવિષ્યમાં પોરબંદરમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવા, રાણાવાવ ખાતે નવા કોચ મેન્ટેનન્સ યાર્ડના નિર્માણ અને અન્ય રેલવે વિકાસ યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી. ભાવનગર ડિવિઝનના ડીઆરએમ દિનેશ વર્માએ જણાવ્યું કે પોરબંદર રેલવે સ્ટેશન 'વિરાસત ભી, વિકાસ ભી'ની ભાવનાને સાકાર કરે છે. આ સ્ટેશન હવે સ્થાનિક સંસ્કૃતિ અને આધુનિક સુવિધાઓનો સમન્વય ધરાવે છે. સ્ટેશનમાં વિશાળ પ્રતીક્ષાલય, સુવ્યવસ્થિત પાર્કિંગ, દિવ્યાંગજન-મૈત્રીપૂર્ણ સુવિધાઓ, આધુનિક મુસાફર સુવિધાઓ અને પર્યાવરણલક્ષી વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ચિત્ર અને નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ ઓડેદરા, મેયર સાગર મોદી, જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજા, મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ સહિત અનેક મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું:ખાનપુરના ગાંગટા ગામના ખેતર નજીકથી સુરક્ષિત જંગલમાં છોડાયો
    Next Article
    નવસારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં તમામ મોરચાઓની સંયુક્ત બેઠક:સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા રોડમેપ તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment