Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં બરફના અમરનાથના દર્શન માટે ભક્તો ઉમટ્યા:શ્રાવણ અમાસના દિવસે સોમનાથ મંદિરે 8 વર્ષથી આયોજન, દિવ્યાંગ બાળકોએ પણ દર્શન કર્યા

    2 days ago

    શ્રાવણ મહિનાની અમાસના પવિત્ર દિવસે મોડાસાના સોમનાથ મહાદેવ મંદિરમાં અમરનાથ ધામ જેવો માહોલ જોવા મળ્યો હતો. અહીં બરફથી બનેલા શિવલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. મોડાસાના રામપાર્ક વિસ્તારમાં આવેલા આ મંદિરમાં છેલ્લા 8 વર્ષથી શ્રાવણ અમાસના દિવસે બરફના અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મોડાસાની બહેરામૂંગા શાળાના દિવ્યાંગ બાળકોએ પણ બરફના અમરનાથના દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ તેમના ચહેરા પર જોવા મળેલી ખુશી અને ભક્તિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મંદિર પરિસર 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ મહિના દરમિયાન સોમનાથ મહાદેવ મંદિરમાં ભજન, સત્સંગ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો થયા હતા. અમાસના દિવસે યોજાયેલી મહાઆરતીમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ધૂપ-દીપની સુગંધ, ઘંટનાદ અને ભક્તોના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વર્ષના અંતમાં 44 વર્ષના સૌથી વિનાશક ત્રણ વાવાઝોડાં ત્રાટકશે, ઇસરોની ચેતવણી, મોદી-પુતિન એક કારમાં ફર્યા, હોર્મુઝ પછી વધુ એક ઓઈલ રૂટ પર સંકટ
    Next Article
    ગોધરામાં સર્વોદય યુવક મંડળ સહિત વિવિધ મંડળોની ગણપતિ આગમનયાત્રા:શહેરના વિસ્તારોમાં ઢોલ-નગારાના તાલે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment