Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉ. વિપુલ યાજ્ઞિકને રાષ્ટ્રીય પિકોક એવોર્ડ એનાયત:તબીબી શિક્ષણ, સંશોધનમાં પ્રદાન બદલ દેશના 44 વૈજ્ઞાનિકોમાંથી એકમાત્ર પસંદગી

    19 hours ago

    પાટણના નિષ્ઠા સર્જિકલ એન્ડ રિસર્ચ સેન્ટરના સર્જન ડૉ. વિપુલ યાજ્ઞિકને તબીબી શિક્ષણ, સંશોધન અને નવીન સર્જિકલ પદ્ધતિઓના વિકાસમાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત 'પિકોક મેડિકલ એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ-2026'થી સન્માનિત કરાયા છે. નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરના 44 અગ્રણી વૈજ્ઞાનિકોમાંથી ગુજરાતમાંથી પસંદગી પામનારા તેઓ એકમાત્ર સર્જન છે. આ એવોર્ડ માટે ડૉ. યાજ્ઞિકની પસંદગી નવી દિલ્હી ખાતે મેડિકલ ડાયલોગ્સ દ્વારા યોજાયેલા 'નેશનલ કન્સલ્ટેશન ઓન AI રેડીનેસ ફોર હેલ્થકેર, મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ' કાર્યક્રમ અંતર્ગત નિષ્ણાત જ્યુરી પેનલ દ્વારા કરવામાં આવી હતી. જ્યુરીના મૂલ્યાંકન દરમિયાન, તેમની ટુ-પોર્ટ લેપ્રોસ્કોપિક એપેન્ડેક્ટોમી અને જટિલ ભગંદરની સારવાર માટે વિકસાવવામાં આવેલી નવીન પદ્ધતિઓને વિશેષ માન્યતા મળી હતી. એવોર્ડ કમિટીએ તેમના વ્યાવસાયિક કૌશલ્ય, તબીબી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમજ તેમની કામગીરીથી સમાજ પર પડેલી હકારાત્મક અસરની વિશેષ નોંધ લીધી હતી. ડૉ. વિપુલ યાજ્ઞિક એક કુશળ તબીબી શિક્ષક, લેખક અને સંશોધક તરીકે જાણીતા છે. પબમેડ (PubMed) ખાતે તેમના 182 થી વધુ સંશોધન પત્રો નોંધાયેલા છે, જેમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એન્ડોસ્કોપી અને આરોગ્ય સેવાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ અંગેના મહત્વપૂર્ણ કાર્યોનો સમાવેશ થાય છે. તેમણે આંતરરાષ્ટ્રીય પ્રકાશક વોલ્ટર્સ ક્લુવેર દ્વારા પ્રકાશિત ‘ફન્ડામેન્ટલ્સ ઓફ ઓપરેટિવ સર્જરી’ પુસ્તક પણ લખ્યું છે. અમેરિકન કોલેજ ઓફ સર્જન્સના ફેલો તરીકે, ડૉ. યાજ્ઞિક અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે અને વિવિધ ગ્લોબલ મેડિકલ જર્નલોમાં સંપાદકીય જવાબદારીઓ પણ નિભાવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાતમાંથી એકમાત્ર પસંદગી મેળવીને તેમણે પાટણ અને સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે, જેના માટે તબીબી આલમ અને સ્થાનિક સ્તરેથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આલાવારા કબ્રસ્તાન પાસે જુગારના અડ્ડા પર દરોડો:ભુજ બી-ડિવિઝન પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ ઝડપ્યા
    Next Article
    NHના ચાણસ્મા બ્રિજ પર 27 ટનના ગર્ડર મૂકવાનું કામ પૂરજોશમાં:એક સપ્તાહ વાયા ગંગેટ અને છમીછાના ડાયવર્ઝન, ટ્રાફિકજામથી ભારે હાલાકી, 2 વાગવાની રાહ જોતા ચાલકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment