Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NHના ચાણસ્મા બ્રિજ પર 27 ટનના ગર્ડર મૂકવાનું કામ પૂરજોશમાં:એક સપ્તાહ વાયા ગંગેટ અને છમીછાના ડાયવર્ઝન, ટ્રાફિકજામથી ભારે હાલાકી, 2 વાગવાની રાહ જોતા ચાલકો

    17 घंटे पहले

    નેશનલ હાઈવેના ચાણસ્મા-મહેસાણા અને બેચરાજી માર્ગ પર નિર્માણ પામી રહેલા બ્રિજ પર સ્ટીલ કમ્પોઝિટ ગર્ડર મૂકવાની કામગીરી શરૂ કરાઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ કામગીરીને લઈને એક સપ્તાહ સુધી વાહનોને વૈકલ્પિક રૂટ પરથી પસાર કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જો કે, ડાયવર્ઝનના અમલની શરૂઆતથી જ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં રસ્તો ન મળવા અને ટ્રાફિક સમસ્યાઓની વ્યાપક ફરિયાદો ઉઠી છે. હાલ બ્રિજ પર 27 ટન વજન અને 36 મીટર લંબાઈના ગર્ડર મૂકવાની કામગીરી ચાલી રહી છે. વાયા ગંગેટથી ચાણસ્મા-મહેસાણાનો ટ્રાફિક કલેક્ટરના જાહેરનામાના અમલ સાથે જ ચાણસ્માથી મહેસાણા તરફ જતા વાહનો ગંગેટ ગામ પાસેથી પસાર થતી વખતે ત્રણ રસ્તા પાસે ભારે વાહનો વળાંક ન લઈ શકવાને કારણે ગામના ચોકમાં જવાની ફરજ પડી રહી છે. બેચરાજી તરફ છમીછાના સાંકડા રસ્તા બેચરાજી તરફ જતા વાહનો માટે બ્રાહ્મણવાડાથી છમીછા ગામ વચ્ચેનો રસ્તો સાંકડો હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ચાણસ્માના કેટલાક સાંકડા માર્ગો પરથી પણ ભારે વાહનો પસાર થવાથી ટ્રાફિકજામ થઈ રહ્યો છે. આ ઉપરાંત, કેટલાક ભારે વાહનો ચાણસ્માના બેચરાજી ત્રણ રસ્તા પાસે થોભ્યા બાદ બપોરે 2:00 વાગ્યા પછી જાહેરનામાનો સમય પૂર્ણ થતાં મુખ્ય હાઈવે પરથી જ પસાર થવાનું પસંદ કરી રહ્યા છે. હાલમાં ક્રેનની મદદથી 27 ટન વજનના ગર્ડરને ઊંચાઈ પર લઈ જવાની કામગીરી ચાલી રહી છે. આ સ્થળે આશરે 6 જેટલા સ્ટીલ કમ્પોઝિટ ગર્ડર ગોઠવ્યા બાદ વચ્ચેના ભાગમાં નાની ગર્ડરો મૂકવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ડૉ. વિપુલ યાજ્ઞિકને રાષ્ટ્રીય પિકોક એવોર્ડ એનાયત:તબીબી શિક્ષણ, સંશોધનમાં પ્રદાન બદલ દેશના 44 વૈજ્ઞાનિકોમાંથી એકમાત્ર પસંદગી
    Next Article
    વીજપોલ મુદ્દે ચાલતું ખેડૂતોનું આંદોલન જેતપરથી આગળ વિસ્તર્યું‎:પૂર્વ કેન્દ્રીય મંત્રીના વતન સહિત અનેક ગામડામાં ભાજપને પ્રવેશબંધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment