Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજપોલ મુદ્દે ચાલતું ખેડૂતોનું આંદોલન જેતપરથી આગળ વિસ્તર્યું‎:પૂર્વ કેન્દ્રીય મંત્રીના વતન સહિત અનેક ગામડામાં ભાજપને પ્રવેશબંધી

    21 hours ago

    મોરબી જિલ્લામાંથી પસાર થતી અલગ અલગ વીજ કંપનીની લાઇનના વળતર મુદે જેતપરથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન 3 મહિના બાદ પણ હજુ યથાવત છે. સરકારે વીજ લાઇનમાં અસરગ્રસ્ત ખેડૂતોના વળતર માટે નવો પરીપત્ર જાહેર કર્યો ત્યારે એવી શક્યતા સેવાઈ રહી હતી કે હવે ખેડૂતોને પૂરતું વળતર મળશે અને ખેડૂતો આંદોલન બંધ કરી દેશે પરંતુ ખેડૂતોએ સરકારના પરિપત્રને ફગાવી વિરોધ યથાવત રાખ્યો હતો. અગાઉ જે વિરોધ પ્રદર્શન માત્ર વીજ કંપની સામે શરૂ થયું હતું તે હવે સરકાર સુધી પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં સરકારને દઝાડે તો પણ નવાઈ નહીં. પૂર્વ મંત્રી અને સાંસદ કુંડારિયાના ગામ ઉપરાંત આસપાસના અનેક ગામમાં ભાજપને પ્રવેશબંધી ફરમાવાઇ છે. અગાઉ જિલ્લાના 200 જેટલા અલગ અલગ ગામમાં ભાજપના નેતાઓને 2027ની ચૂંટણીમાં પ્રવેશ ન કરવો તેવા બેનર લાગ્યા બાદ હવે ભાજપાના કદાવર નેતાઓના ગામમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ મોહન કુંડારીયાના ગામમાં પણ બે દિવસ પહેલા ખેડૂત નેતાઓએ બેનર મારી જ્યાં સુધી ખેડૂતોની વીજલાઇન વળતર માગણી સંતોષાય નહીં ત્યાં સુધી ગામમાં મત માગવવા પ્રવેશ ન કરવો તેવા બેનર લગાવી દીધા છે.
    Click here to Read More
    Previous Article
    NHના ચાણસ્મા બ્રિજ પર 27 ટનના ગર્ડર મૂકવાનું કામ પૂરજોશમાં:એક સપ્તાહ વાયા ગંગેટ અને છમીછાના ડાયવર્ઝન, ટ્રાફિકજામથી ભારે હાલાકી, 2 વાગવાની રાહ જોતા ચાલકો
    Next Article
    Detergent In Place Of Salt In Mid-Day Meal, 36 Students Fall Ill At Bihar School

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment