Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં તમામ મોરચાઓની સંયુક્ત બેઠક:સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા રોડમેપ તૈયાર

    1 day ago

    નવસારી જિલ્લા ભાજપના તમામ મોરચાઓની એક મહત્વપૂર્ણ સંયુક્ત બેઠક લાછકડી (બાયફ) ખાતે યોજાઈ ગઈ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ સંગઠનને વધુ વેગવંતો અને મજબૂત બનાવવાનો હતો. આ બેઠકમાં નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચા સહિતના તમામ મોરચાઓએ ભાગ લીધો હતો. પક્ષના પ્રચાર-પ્રસારને વધુ તેજ બનાવવા અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવા માટે આગામી સમયની ભાવી રણનીતિ પર પદાધિકારીઓ વચ્ચે ગહન મંથન થયું હતું. બેઠક દરમિયાન સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને સેવાકીય કાર્યોનો લાભ સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચાડવો તે અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી. આગામી સંગઠનાત્મક કાર્યક્રમો છેવાડાના નાગરિક સુધી અસરકારક રીતે પહોંચે તે માટે નેતાઓએ એક વિસ્તૃત રોડમેપ તૈયાર કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી શંકરભાઈ આમલિયાર સહિતના વરિષ્ઠ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સૌએ એકજૂથ થઈને જનતાની સેવા કરવા અને સંગઠનને નવી ઊર્જા આપવાનો સંકલ્પ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાન મોદીએ પોરબંદર રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કર્યું:અમૃત ભારત યોજના હેઠળ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું, રાણાવાવ ખાતે નવા કોચ મેન્ટેનન્સ યાર્ડના નિર્માણ થશે
    Next Article
    ભેળસેળ-ગંદકી બદલ રેલનગરનાં AADARO રેસ્ટોરન્ટ, જલારામ લસ્સી સીલ:59 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરીને 20 હજારનો દંડ વસુલાયો, રાજકોટ મનપાનો ફૂડ વિભાગ એક્શન મોડમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment