Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભેળસેળ-ગંદકી બદલ રેલનગરનાં AADARO રેસ્ટોરન્ટ, જલારામ લસ્સી સીલ:59 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરીને 20 હજારનો દંડ વસુલાયો, રાજકોટ મનપાનો ફૂડ વિભાગ એક્શન મોડમાં

    1 day ago

    રાજકોટ મનપાનો ફૂડ વિભાગ મેયરના આદેશ બાદથી સતત એક્શન મોડમાં છે. તેમજ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે મનપાની ટીમે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ 87 પેઢી અને રેસ્ટોરન્ટની તપાસ કરી હતી. આ દરોડા દરમિયાન 59 કિલો અખાદ્ય તેમજ વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને કુલ 09 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ તથા હાઇજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત 96 કિલો પસ્તીનો જથ્થો જપ્ત કરી, કુલ રૂ. 20,000 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તેમજ 10 સ્થળોએથી પનીર - દૂધના નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે 2 પેઢીને સીલ કરવામાં આવી હતી. "AADARO" રેસ્ટોરન્ટ કેટરિંગ પેઢી સીલ મનપા દ્વારા રેલનગર મેઈન રોડ પર ગોકુલ કોમ્પ્લેક્સમાં આવેલા "AADARO" રેસ્ટોરન્ટ કેટરિંગ પેઢીને સીલ કરવામાં આવી છે. આ સ્થળ પર તપાસ દરમિયાન ફ્રિજમાં અનહાઇજેનિક કન્ડિશનમાં બટેટાનો મસાલો, ગ્રેવી, બાફેલા શાકભાજી, વાસી પડતર બ્રેડ, પીઝા, પાંઉ વગેરે એક્સપાયરી ડેટ વિતેલા જોવા મળ્યા હતા, જેથી આશરે 19 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો અને પેઢીને રૂ. 3,000 વહીવટી ચાર્જ વસૂલી હાઇજેનિક કન્ડિશન તેમજ લાઇસન્સ બાબતે નોટિસ અપાઈ હતી. જય જલારામ ક્રીમ લસ્સી વડાપાંઉ પેઢી સીલ આ જ રીતે સિલ્વર સ્ક્વેર, કર્ણાવતી રોડ પર અમૃત સોસાયટી-2 પાસે આવેલી "જય જલારામ ક્રીમ લસ્સી વડાપાંઉ" પેઢીને પણ સીલ કરવામાં આવી છે. અહીં અનહાઇજેનિક કન્ડિશનમાં લસ્સી બનાવવા માટેનું સિરપ, ઘૂઘરા, ચટણી અને પસ્તી મળીને અંદાજિત 22 kg અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો તથા પેઢી પાસેથી રૂ. 3,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ પેઢીઓને નોટિસ અને દંડ ફટકાર્યો તપાસ દરમિયાન અન્ય અનેક પેઢીઓને નોટિસ અને વહીવટી ચાર્જ ફટકારવામાં આવ્યા છે. જેમાં શ્રી રામ ફરસાણ, સિદ્ધિ વડાપાઉં, બળવંત વડાપાઉં ઘૂઘરા, રાજશક્તિ ગાંઠિયા, જલિયાણ ફરસાણ, મુરલીધર ફરસાણ, હરિઓમ ફરસાણ, ખોડિયાર સ્વીટમાર્ટ, જય સિયારામ ફરસાણ, કૈલાશ ફરસાણ, મહાદેવ સ્વીટ ફરસાણ, જોકર ગઠિયા, શ્રી લક્ષ્મી ફરસાણ, શક્તિ ગાત્રાળ ઘૂઘરા, ગાયત્રી નાયલોન ખમણ, જલારામ પ્રોવિઝન સ્ટોર, પટેલ ગાંઠિયા સેન્ટર, જય આશાપુરા દાળ-પકવાન, કેશવ નમકીન, ચામુંડા ફરસાણ એન્ડ માર્ટ, જેલમાં દાળ પકવાન, શ્રી રામ નાસ્તા સેન્ટર, શ્રીજી ભેળ, મનમોજી ગોલા એન્ડ આઇસ્ક્રીમ, પટેલ ડાઇનિંગ હોલ, શ્રી બાલમુકુંદ ફરસાણ, બાપા સીતારામ ચોક પાસે બાલાજી જમ્બો વડાપાવ, શ્રીરામ ડેરી ફાર્મ, શક્તિ ફરસાણ, બજરંગ ફરસાણ, ભવાની ફરસાણ માર્ટ, સાગર ફરસાણ માર્ટ, ઓમ ખમણ, રાજ વૈભવ આઇસ્ક્રીમ પાર્લર, જલારામ ગાંઠિયા ભજીયા, દ્વારકેશ ફૂડઝોન, મોમાઈ હોટેલ, ક્રિષ્ના ડેરી ફાર્મ ગાંઠિયા, નેમીનાથ ફરસાણ, જલારામ ફાસ્ટફૂડ, મોમાઈ હોટેલ પાન, ભાગ્યલક્ષ્મી રેસ્ટોરન્ટ, આકાશ પાન કોલ્ડ્રિંક્સ, સાગર ડેરી, બાલાજી રેસ્ટોરેન્ટ, આર.પી. એન્ટરપ્રાઇઝ, ભગવતી ફરસાણ, જય બાલાજી ફરસાણ, જય બાલાજી અમુલ પાર્લર, આશા ફરસાણ, મિલન ફરસાણ સ્વીટ માર્ટ, શ્રી જલારામ ફરસાણ, શ્રીનાથજી ફરસાણ, રાધે ક્રિષ્ના ફરસાણ, બાલાજી ફરસાણ, તિરુપતિ ફૂડ ઝોન (ચટકાઝ), શ્યામ ડેરી ફાર્મ અને શ્રી ચામુંડા પ્રોવિઝન સ્ટોર્સનો સમાવેશ થાય છે. આ સાથે શ્રી સદ્ગુરુ શીંગ એન્ડ જનરલ સ્ટોર, લક્ષ્મી ફરસાણ માર્ટ, જય સિયારામ ફરસાણ, અંબિકા ફરસાણ, સંતોષ ભેળ, શ્રીનાથજી ખમણ હાઉસ, ચટકાઝ ફૂડ્સ, યોગી ફરસાણ, પ્રિયા લાઈવ કેળા વેફર, શ્રીજી ફરસાણ એન્ડ ખમણ, શ્રી સદ્ગુરુ ડેરી, બાલમુકુંદ ડેરી ફાર્મ એન્ડ ફરસાણ, ઓમ સ્નેક્સ, હરબોલે ફરસાણ અને મહાદેવ ચાઇનીઝ તેમજ ઓમ ખમણ, ભગવતી ફરસાણને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. અને વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. 14 કિલો વાસી લીસા લાડુનો નાશ કરાયો, મિક્સ દૂધ (લૂઝ)નો નમૂનો લેવાયો ફૂડવિભાગ દ્વારા મિલ્ક ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત કૈલાશ ફરસાણ અને સ્વીટ (ન્યુ નેહરુનગર, 80 ફૂટ રોડ, રજત સોસાયટી-3 કોર્નર પાસે, રાજકોટ) ખાતે તપાસ કરાતા મીઠાઈ પર યુઝ બાય ડેટ ન હોવા, લાઇસન્સ ન હોવા, અનહાઇજેનિક કન્ડિશન અને પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ બદલ રૂ. 2,000 નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. આ સાથે જ ખારી બુંદી (લૂઝ) અને પીળી સેવ (લૂઝ) ના નમૂના લઈ 14 કિલો વાસી લીસા લાડુનો નાશ કરાયો હતો. આ ડ્રાઇવ હેઠળ સુખસાગર ડેરીફાર્મ, શ્રી કૃષ્ણ ડેરીફાર્મ, ડેલીસીયસ ફૂડ્સ, શ્રીજી ડેરીફાર્મ, શિવમ ડેરીફાર્મ, શ્રી તિરુપતિ ડેરીફાર્મ, બજરંગ ડેરી ફાર્મ, રામકૃપા ડેરી ફાર્મ, વૃંદાવન ડેરીફાર્મ (મારુતિ ચોક પાસે, સત્યસાઈ રોડ) પરથી મિક્સ દૂધ (લૂઝ)નો નમૂનો પણ લેવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં તમામ મોરચાઓની સંયુક્ત બેઠક:સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા રોડમેપ તૈયાર
    Next Article
    લીંબી ગામના મહેન્દ્ર વસાવા ગુજરાત પોલીસમાં PSI તરીકે પસંદ થયા:તાપી જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સન્માન સમારોહ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment