Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીએ બોગસ પાસપોર્ટ બનાવ્યો:પોર્ટુગીઝની નાગરિકતા મેળવવા ખોટા નામ અને ખોટી જન્મ તારીખ વાળો પાસપોર્ટ બનાવ્યો

    6 days ago

    નવરંગપુરા ખાતે આવેલા હુડકો ભવનમાં ઇમિગ્રેશન ઓફિસર સામે પોર્ટુગીઝની નાગરિકતા મેળવવા માટે ખોટા નામ અને ખોટી જન્મ તારીખવાળો ભારતીય પાસપોર્ટ રજૂ કરનાર યુવતી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ યુવતીએ અન્ય બે શખ્સ સાથે મળીને નાગરિકતા મેળવવા માટે ખોટો પાસપોર્ટ ઇસ્યુ કરાવ્યો હતો.આ અંગે ઇમિગ્રેશન અધિકારીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. કેન્સલ કરાવેલો પાસપોર્ટ અપલોડ કર્યો ને શંકા પડી નવરંગપુરા ખાતે આવેલા હુડકો ભવનમાં ઈમિગ્રેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા ઈશિતા ઠક્કરે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પોર્ટલ પર એક અરજી આવી હતી. જેમાં અરજદાર નિશા જગન (રહે વલસાડ)એ ભારતીય વિઝા મેળવવા માટે અરજી આપી હતી. ત્યાર બાદ અરજદારે પોતાના કેન્સલ કરાવેલા ભારતીય પાસપોર્ટની નકલ અપલોડ કરી હતી. નિશા હુડકો ભવનમાં બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 17 માર્ચના રોજ ગયા હતા. નિશા જગનને તેઓએ કેન્સલ કરાવેલા ભારતીય પાસપોર્ટ સિવાયના બીજા ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કહેતા તેમણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ખોટી જન્મ તારીખનો પાસપોર્ટ ઇસ્યૂ કરાવ્યો હતો ઇમિગ્રેશન ઓફિસર ઇશિતા ઠક્કરે તેમના સિનિયર અધિકારી સાથેની વાતચીત કરીને વધુ પૂછપરછ કરતા નિશા જગને જણાવ્યું હતું કે તેનું સાચું નામ નિશા પટેલ છે અને તે મૂળ વલસાડના રહેવાસી છે. ડોક્યુમેન્ટ ચેક કરતા નિશા પાસેથી પાનકાર્ડની નકલ પણ મળી આવી હતી.નિશા જગને પોર્ટુગીઝની નાગરિકતા મેળવવા માટે દમણ ખાતે રહેતા હેમંત જગન અને મોહસીનનો સંપર્ક કરી સાચું નામ અને જન્મ તારીખ ખોટી દર્શાવી ભારતીય પાસપોર્ટ ઇસ્યુ કરાવ્યો હતો.જેથી નિશા,હેમંત જગન અને મોહસીન સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વાપી GIDC ચાર રસ્તા પરથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો:3.62 લાખના વિદેશી દારૂ સાથે 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત, ટેમ્પો ચાલક-ક્લીનરની ધરપકડ
    Next Article
    જહાંગીરપુરા રોડ પર કેનાલમાં I-20 કાર ખાબકી, VIDEO:ક્રેનની મદદથી કાર બહાર કાઢવામાં આવી, ચાલકનો ચમત્કારિક બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment