Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી GIDC ચાર રસ્તા પરથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો:3.62 લાખના વિદેશી દારૂ સાથે 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત, ટેમ્પો ચાલક-ક્લીનરની ધરપકડ

    6 days ago

    વલસાડ જિલ્લાના વાપી GIDC ચાર રસ્તા પાસેથી પોલીસે રૂ. 3.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક ટેમ્પોને આંતરી આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે દારૂ, ટેમ્પો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 7,32,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાપી GIDC પોલીસ મથકના PI અમીરાજસિંહ રાણાના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ ગઈકાલે મોડી રાત્રે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે વાપી GIDC ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ જણાતા મારુતિ સુઝુકી સુપર કેરી ટેમ્પો (નંબર DD-03-P-9689) ને અટકાવવામાં આવ્યો હતો. ટેમ્પોની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1152 નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 3,62,400 આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક અમજદ જોબન ખાન (ઉ.વ. 26, રહે. વાપી, મૂળ ગાજીપુર, યુ.પી.) અને ક્લીનર કિશકુમાર તરૂણભાઈ દમણીયા (ઉ.વ. 22, રહે. નાની દમણ)ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો અક્ષય નામના શખ્સે ભરાવી આપ્યો હોવાનું બહાર આવ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આ સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં રૂ. 3,62,400નો વિદેશી દારૂ, રૂ. 3,50,000નો સુપર કેરી ટેમ્પો અને રૂ. 20,000ના મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે, જેનો કુલ મુદ્દામાલ રૂ. 7,32,400 થાય છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભામાં 37 સભ્યોને વિદાય:PM મોદીએ કહ્યું- દેવગૌડા, ખડગે, પવાર પાસેથી નવા સાંસદોએ શીખવું જોઈએ, તેમણે અડધી ઉંમર ગૃહમાં વિતાવી છે
    Next Article
    યુવતીએ બોગસ પાસપોર્ટ બનાવ્યો:પોર્ટુગીઝની નાગરિકતા મેળવવા ખોટા નામ અને ખોટી જન્મ તારીખ વાળો પાસપોર્ટ બનાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment