Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસભામાં 37 સભ્યોને વિદાય:PM મોદીએ કહ્યું- દેવગૌડા, ખડગે, પવાર પાસેથી નવા સાંસદોએ શીખવું જોઈએ, તેમણે અડધી ઉંમર ગૃહમાં વિતાવી છે

    1 week ago

    રાજ્યસભામાં બુધવારે પીએમ મોદીએ નિવૃત્ત થઈ રહેલા 37 સાંસદોને વિદાય ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે, આ સદનમાંથી જે પણ સભ્યો વિદાય લઈ રહ્યા છે, તેમાંના કેટલાક સભ્યો એવા છે જેમને સદન દરમિયાન જ વિદાય મળી રહી છે. આ વિદાય લેતા માનનીય સભ્યોનું મોટું યોગદાન છે. હું કહીશ કે આદરણીય દેવગૌડાજી, ખડગેજી, શરદ પવારજી એવા લોકો છે, જેમના જીવનની અડધાથી વધુ ઉંમર સંસદીય કાર્યપ્રણાલીમાં વીતી છે. આટલા લાંબા અનુભવી સભ્યો પાસેથી નવા સભ્યોએ શીખવું જોઈએ. સમાજ પ્રત્યે જે જવાબદારી રહી છે, તેના પ્રત્યે સમર્પિત રહેવું એ આ નેતાઓ પાસેથી શીખવા જેવું છે. હું તેમના યોગદાનની પ્રશંસા કરું છું. આટલો લાંબો કાર્યકાળ નાનો હોતો નથી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો બુધવારે આઠમો દિવસ છે. એક દિવસ પહેલા જ, પ્રથમ તબક્કા દરમિયાન જે 8 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. રાજ્યસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સભ્યોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારબાદ તેમણે વિનિયોગ વિધેયક સદનમાં રજૂ કર્યું હતું. નાણાકીય વર્ષ 2025-26 માટે સરકારના ₹2.01 લાખ કરોડના વધારાના ખર્ચના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્યસભાએ ચર્ચા બાદ વિનિયોગ વિધેયક 2026ને ‘વોઈસ વોટ’ થી પસાર કરીને લોકસભાને પરત મોકલી આપ્યું છે. લોકસભામાં રેલવે મંત્રાલયની અનુદાન માગણીઓ પર ચર્ચા અને મતદાન થયું હતું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સભ્યોના સવાલોના જવાબ આપતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ વોઈસ વોટથી આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ અગાઉ કોંગ્રેસના મુખ્ય દંડક કે. સુરેશે કેટલાક સાંસદો દ્વારા ‘અજાણતા થયેલી ભૂલ’ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસ્તાવને સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ અને NCP (શરદ પવાર જૂથ)ના સુપ્રિયા સુલેએ સમર્થન આપ્યું હતું. સદનની કાર્યવાહીના પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર નજર કરો...
    Click here to Read More
    Previous Article
    ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર:વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ડિજિટલ લોક ખુલ્યા નહીં, લોકો અંદર જ ફસાયેલા રહ્યા
    Next Article
    વાપી GIDC ચાર રસ્તા પરથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો:3.62 લાખના વિદેશી દારૂ સાથે 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત, ટેમ્પો ચાલક-ક્લીનરની ધરપકડ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment