Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જહાંગીરપુરા રોડ પર કેનાલમાં I-20 કાર ખાબકી, VIDEO:ક્રેનની મદદથી કાર બહાર કાઢવામાં આવી, ચાલકનો ચમત્કારિક બચાવ

    6 days ago

    સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓલપાડ તરફથી સુરત આવી રહેલી એક i20 કાર અનિયંત્રિત થઈને સીધી કેનાલમાં ખાબકી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. કાર કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકી મળતી માહિતી મુજબ, ઓલપાડ તરફથી સુરત જઈ રહેલી i20 કાર (નંબર: GJ 05 RN 0025) જહાંગીરપુરા કેનાલ રોડ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી. મોડી રાતનો સમય હોવાથી રોડ પર ટ્રાફિક ઓછો હતો, પરંતુ કાર ખાબકવાનો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી ઘટનાની જાણ થતા જ જહાંગીરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સદનસીબે, કાર ચાલક સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ત્યારબાદ, ક્રેનની મદદથી ભારે જહેમત બાદ કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. કાર કઈ રીતે કેનાલ ખાબકી તેનું કારણ અકબંધ કાર કેનાલમાં કઈ રીતે ખાબકી તે અંગેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે અકસ્માત પાછળ અંધારું કારણભૂત હતું, કારની સ્પીડ વધુ હતી કે પછી કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા પરિવારે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાત્રિના સમયે કેનાલ રોડ પર વાહન ચલાવતા સાવચેતી રાખવી અનિવાર્ય બની છે.
    Click here to Read More
    Previous Article
    યુવતીએ બોગસ પાસપોર્ટ બનાવ્યો:પોર્ટુગીઝની નાગરિકતા મેળવવા ખોટા નામ અને ખોટી જન્મ તારીખ વાળો પાસપોર્ટ બનાવ્યો
    Next Article
    નવસારીમાં વૃદ્ધ ગેલેરીમાંથી પટકાયા:સંતુલન ગુમાવતા ગંભીર ઈજા, બે દિવસ બાદ સારવાર દરમિયાન નિધન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment