Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં વૃદ્ધ ગેલેરીમાંથી પટકાયા:સંતુલન ગુમાવતા ગંભીર ઈજા, બે દિવસ બાદ સારવાર દરમિયાન નિધન

    2 days ago

    નવસારી શહેરના બંધારવાડ વિસ્તારમાં એક દુર્ઘટના બની છે. 71 વર્ષીય ભરતકુમાર રાજપુત 15 માર્ચની સાંજે પોતાના ઘરની પ્રથમ માળની ગેલેરીમાંથી નીચે પટકાયા હતા. મોઢું સાફ કરતી વખતે સંતુલન ગુમાવતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને બે દિવસની સારવાર બાદ તેમનું નિધન થયું હતું. નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ, 'જય જલારામ નિવાસ'માં રહેતા ભરતકુમાર રાજપુતને મસાલો ખાવાની ટેવ હતી. તેઓ રાત્રિ ભોજન લેતા પહેલા મોઢું સાફ કરવા માટે ગેલેરીમાં ગયા હતા. આ દરમિયાન, મોઢું સાફ કરતી વખતે અચાનક તેમનું શારીરિક સંતુલન બગડ્યું હતું. જેના કારણે તેઓ સીધા નીચે જમીન પર પટકાયા હતા. તેમને માથાના ભાગે, ચહેરા પર, છાતીમાં તેમજ જમણા હાથ અને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ મહોલ્લાના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પેરામેડિકલ સ્ટાફે તેમને પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે નવસારીની લાયન્સ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલમાં બે દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ, 17 માર્ચના રોજ વહેલી સવારે 3:00 વાગ્યે તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતકના પત્ની વૈશાલીબેન રાજપુત દ્વારા નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. ગોલવાડ ચોકીના પીએસઆઈ આર.એન. વાડલેએ આ મામલે અકસ્માત મોત નં. 10/2026 (BNSS-2023 કલમ 194 મુજબ) ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જહાંગીરપુરા રોડ પર કેનાલમાં I-20 કાર ખાબકી, VIDEO:ક્રેનની મદદથી કાર બહાર કાઢવામાં આવી, ચાલકનો ચમત્કારિક બચાવ
    Next Article
    'ગુજરાત બોલેગા ખાલિસ્તાન, મોદી-શાહ-CM પટેલ-ગુજરાતી હિન્દુ ચરમપંથી':સ્કૂલોને ઉડાવી દેવા ધમકી ભર્યો મેલ મળતા વાલીઓ દોડી આવ્યા, વેજલપુરની ઝાયડસ સ્કૂલમાં ધો.10ના પરીક્ષાર્થીને કેમ્પસમાં બેસાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment