Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સમાં ભારતને ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ:વડોદરાના માનુષ શાહે મિક્સ્ડ ડબલ્સમાં દિયા ચિતાલે સાથે મળીને બ્રોન્ઝ મેડલ જીત્યો, CMએ બંનેને અભિનંદન પાઠવ્યા

    9 hours ago

    વડોદરાના ટેબલ ટેનિસ ખેલાડી માનુષ શાહે એશિયન ગેમ્સ 2026માં ભારત માટે ગૌરવ વધાર્યું છે. મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધામાં વડોદરાના માનુષ શાહ અને દિયા ચિતાલેએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સિદ્ધિ બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, એશિયન ગેમ્સ 2026માં મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ માનુષ શાહ અને દિયા ચિતાલેને હાર્દિક અભિનંદન. ખાસ કરીને વડોદરાના માનુષ શાહે દિયા ચિતાલે સાથે મળીને આ સિદ્ધિ હાંસલ કરતાં ગુજરાત માટે પણ આ ક્ષણ ગૌરવપૂર્ણ બની છે. મુખ્યમંત્રીએ બંને ખેલાડીઓની કુશળતા, સંયમ અને શાનદાર ભાગીદારીની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, માનુષ શાહ અને દિયા ચિતાલેની આ સિદ્ધિએ દેશનું ગૌરવ વધાર્યું છે અને તેમની સફળતા અન્ય યુવા ખેલાડીઓને પણ પ્રેરણા આપશે. એશિયન ગેમ્સ 2026માં ભારતના ટેબલ ટેનિસ ક્ષેત્રે મળેલા આ બ્રોન્ઝ મેડલમાં વડોદરાના માનુષ શાહની મહત્વની ભૂમિકાને લઈને શહેરમાં પણ ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    એકાદ-બે દિવસમાં નર્મદા ડેમ ઓવરફ્લો થશે:ઉપરવાસમાંથી સતત પાણીની આવક; પીવા માટે ઉત્તર-મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણી પહોંચાડશે
    Next Article
    Narmada Hospital News | તાત્કાલિક સારવાર અને સચોટ CPRથી દર્દીનો જીવ બચ્યો | Patient | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment