Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં આબોહવા પરિવર્તન પર વિશેષ વ્યાખ્યાન:પદ્મશ્રી ડૉ. શૈલેષ નાયકે પર્યાવરણ સંતુલન માટે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવા પર ભાર મૂક્યો

    1 week ago

    લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા તેના ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સ્વ. લાયન વિશ્વજીત મહેતાની સ્મૃતિમાં છેલ્લા 10 વર્ષથી વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત આ વર્ષનું વિશેષ વ્યાખ્યાન આજે ગદાપુરા સ્થિત લાયન્સ હોલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 150 જેટલા સભ્યો અને પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી હતી. આબોહવા પરિવર્તન: એક વૈશ્વિક પડકાર આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે દેશના જાણીતા વૈજ્ઞાનિક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. શૈલેષ નાયક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે "આબોહવા પરિવર્તન અને સમાન ભવિષ્ય: એક પરિપ્રેક્ષ્ય (ભવિષ્ય પૃથ્વી)" વિષય પર ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. ડૉ. શૈલેષ નાયકે જણાવ્યું હતું કે, જલવાયુ પરિવર્તન એ વર્તમાન સમયનો સૌથી મોટો વૈશ્વિક પડકાર છે. આવનારી પેઢી માટે પર્યાવરણનું સંતુલન જાળવી રાખવું હોય તો અત્યારથી જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને સતત સંશોધન પ્રક્રિયા સાથે જોડાવું અનિવાર્ય છે. સમાજ જાગૃતિમાં લાયન્સ ક્લબનું યોગદાન કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન CA દીપક સુરાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે લાયન્સ ક્લબ માત્ર સેવાકીય પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ પર્યાવરણ અને સામાજિક મુદ્દાઓ પર જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ નિષ્ઠાપૂર્વક કરી રહી છે. લાયન્સ ક્લબ ઓફ બરોડાના પ્રમુખ લાયન ગૌરાંગ પંડયા અને સચિવ લાયન એડવોકેટ દેવેન્દ્ર પારેખે સ્વ. વિશ્વજીત મહેતાના સેવાકાર્યોને યાદ કરતા જણાવ્યું હતું કે, આ વ્યાખ્યાનમાળા દ્વારા તેમનો જ્ઞાન અને જાગૃતિનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે. કાર્યક્રમમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, શિક્ષકો અને જ્ઞાનપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત:10 વર્ષ જૂના કેસમાં સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, પુરાવાના અભાવે અન્યને નિર્દોષ જાહેર
    Next Article
    પ્રામાણિક કારદાતાઓએ તિજોરી છલકાવી:મનપાનાં વેરાવિભાગની આવક 400 કરોડને પાર, 10 હજાર સુધી વ્યાજમાફીની યોજના 31 માર્ચ સુધી ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment