Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રામાણિક કારદાતાઓએ તિજોરી છલકાવી:મનપાનાં વેરાવિભાગની આવક 400 કરોડને પાર, 10 હજાર સુધી વ્યાજમાફીની યોજના 31 માર્ચ સુધી ચાલુ

    1 week ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26નાં અંતિમ તબક્કામાં વેરા વસૂલાતની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના 4,38,442 જેટલા પ્રામાણિક કરદાતાઓએ પોતાના નૈતિક અને નાગરિક ધર્મને સમજીને કુલ 400.89 કરોડનો મિલકત વેરો તથા પાણી વેરો ભરપાઈ કરીને મહાનગરપાલિકાની તિજોરી છલકાવી દીધી છે. હવે જ્યારે આ નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આડે ગણતરીના 15 દિવસો બાકી છે ત્યારે બાકી રહેલા 55 કરોડના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 31 માર્ચ સુધી મિલકત અને પાણીવેરો મળીને 10,000 સુધીની વ્યાજમાફી યોજના ચાલુ રાખવામાં આવી છે. તો નાગરિકોની સુવિધા માટે રજાના દિવસોમાં કચેરીઓ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. ગત વર્ષની તુલનાએ 31,144 કારદાતા અને 10 કરોડની આવક વધી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા કરવામાં આવેલા સઘન આયોજન અને જનજાગૃતિના પ્રયાસોના પરિણામે આ વર્ષે કરદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષ 2024-25ના સમાન ગાળા દરમિયાન 4,07,276 કરદાતાઓએ 390.86 કરોડનો વેરો ભર્યો હતો. તેની સરખામણીએ ચાલુ વર્ષે 31,166 વધુ નાગરિકોએ વેરો ભરીને પોતાની જાગૃતિનો પરિચય આપ્યો છે. આ વધારાના કારણે મહાનગરપાલિકાની આવકમાં 10.03 કરોડનો સીધો વધારો નોંધાયો છે, જે શહેરના વિકાસ કામો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. 10,000 સુધી વ્યાજ માફી,નાગરિકો માટે સુવર્ણ તક મહાનગરપાલિકાએ કરદાતાઓ પરનો આર્થિક બોજ ઘટાડવા અને બાકી વેરો વસૂલવા માટે પ્રોત્સાહક વ્યાજ માફી યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત મિલકત વેરામાં 5,000 અને પાણી વેરામાં 5,000 એમ મળીને કુલ 10,000 સુધીની વ્યાજ માફી આપવામાં આવી રહી છે. જે નાગરિકોનો લાંબા સમયથી વેરો બાકી છે, તેમના માટે દંડની રકમમાં રાહત મેળવીને દેવું ચૂકવવાની આ છેલ્લી અને શ્રેષ્ઠ તક છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે 31 માર્ચ પહેલાં વેરો ભરીને આ આર્થિક લાભ મેળવી લેવો જોઈએ. રજાના દિવસોમાં પણ કચેરીઓ ધમધમશે મનપાએ માર્ચ એન્ડિંગના ધસારાને ધ્યાનમાં રાખીને અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકોને હાલાકી ન પડે તે માટે તંત્રએ કચેરીઓના સમયમાં ફેરફાર કર્યો છે. ખાસ કરીને નોકરીયાત વર્ગ રજાના દિવસે સરળતાથી વેરો ભરી શકે તે માટે રવિવાર અને જાહેર રજાઓમાં પણ વેરા બારીઓ ખુલ્લી રાખવામાં આવશે. 25 માર્ચ સુધીનું આયોજન: તમામ બીજા અને ચોથા શનિવાર, રવિવાર તેમજ તહેવારોની રજાઓ સહિત તમામ વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર અને ઝોનલ કચેરીઓ સવારે 9:30 થી સાંજે 5:00 કલાક સુધી કાર્યરત રહેશે. 26થી 31 માર્ચ સુધીનું આયોજન: નાણાકીય વર્ષના છેલ્લા અઠવાડિયામાં વધતા ધસારાને પહોંચી વળવા માટે સમય વધારીને સવારે 9:30 થી સાંજે 6:10 કલાક સુધીનો કરવામાં આવ્યો છે. આ દિવસોમાં પણ કોઈ રજા પાળવામાં આવશે નહીં. 2025-26 માટે કુલ 455 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાએ વર્ષ 2025-26 માટે કુલ 455 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. હાલની સ્થિતિએ 400.89 કરોડ એકત્ર થઈ ચૂક્યા છે અને બાકીના 55 કરોડ મેળવવા માટે વસૂલાત શાખા, અસેસમેન્ટ સેલ અને રિકવરી સેલને સક્રિય કરવામાં આવ્યા છે. આ માટે બાકીદારોને નોટિસ આપવાની સાથે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પણ નાગરિકોને વેરો ભરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ઓનલાઈન વેરો ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી નાગરિકો ઘરે બેઠા પણ કોઈપણ વિલંબ વગર પોતાનો વેરો ભરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં આબોહવા પરિવર્તન પર વિશેષ વ્યાખ્યાન:પદ્મશ્રી ડૉ. શૈલેષ નાયકે પર્યાવરણ સંતુલન માટે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવા પર ભાર મૂક્યો
    Next Article
    Gautam Gambhir Sends Special 'Coach' Message To MS Dhoni, Opens Up On Viral Exchange: "Be In My Position"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment