Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં વેપારી પાસે 5 થી 10 લાખની ખંડણી માંગી:પૈસા ન આપવા પર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ તપાસ શરૂ

    1 week ago

    નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પેરાગામ ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખેતી અને જમીન દલાલીનું કામ કરતા વેપારીને ટાર્ગેટ બનાવી રૂ. 5,00,000 થી રૂ. 10,00,000 સુધીની ખંડણી માંગવામાં આવી છે. આ મામલે ભોગ બનનારે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શું છે સમગ્ર મામલો? નવસારીના પેરાગામ ખાતે નારાયણ આશ્રમની બાજુમાં આહિર ફળિયામાં પાંચ બંગલા વિસ્તારમાં રહેતા અને ખેતી તથા જમીન દલાલી કરતા દિનેશ રતનજી આહિરને ગત 19/08/2025થી 24/06/2025 દરમિયાન કોઈ અજાણ્યા ઇસમે ટાર્ગેટ કર્યા હતા. અજાણ્યા શખ્સે તેમના ઘરની આગળ-પાછળના ભાગે વારંવાર અલગ-અલગ પ્રકારની અનામી ચિઠ્ઠીઓ મોકલી હતી. આ ચિઠ્ઠીઓમાં રૂ. 5,00,000 થી રૂ. 10,00,000 સુધીની નાણાકીય રકમ બળજબરીપૂર્વક કઢાવી લેવાની માંગણી કરવામાં આવી હતી. જો આ રકમ નહીં આપવામાં આવે તો પરિવારના સભ્યોને ટાર્ગેટ કરી જાનથી મારી નાખવાની અને આખું ઘર નષ્ટ કરી દેવાની ગંભીર ધમકીઓ આપવામાં આવી હતી. એટલું જ નહીં, જો આ અંગે ગામના લોકોને જાણ કરશો તો ગામમાંથી પણ કોઈ એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવાની ચીમકી અપાઈ હતી. પોલીસ તપાસનો ધમધમાટ વારંવાર મળતી અનામી ધમકીઓ અને ખંડણીની માંગણીથી ત્રાસીને આખરે દિનેશએ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગંભીર ગુનાની આગળની તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ. સૈયદ દ્વારા ચલાવવામાં આવી રહી છે. દિનપ્રતિદિન વધી રહેલા આવા ધમકીભર્યા બનાવોને પગલે પોલીસે અજાણ્યા આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાથી 9,000 સૈનિકોનું ત્રીજું એરક્રાફ્ટ કરિયર મિડલ ઈસ્ટ રવાના:ઈરાન પર હુમલાની તૈયારી, ટ્રમ્પે ચૂંટણી બાદ હુમલાની વાત કરી હતી
    Next Article
    બોટાદ પોલીસે 60,000 રૂપિયાનું ગુમ થયેલ સાડીનું પાર્સલ શોધી કાઢ્યું:છકડો રિક્ષામાંથી પડી ગયું હતું, અરજદારને પરત મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment