Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાને જામીન મળ્યા, 4 વર્ષના પુત્ર સાથે જેલમુક્ત:પતિની હત્યાના આરોપસર મહિલાએ 5 મહિના ગોધરા જેલમાં વિતાવ્યા

    15 hours ago

    ગોધરા સબ જેલમાં છેલ્લા પાંચ મહિનાથી પતિની હત્યાના આરોપસર બંધ એક મહિલાને અદાલતે જામીન મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે તેમની સાથે જેલમાં રહેતો ચાર વર્ષનો માસૂમ પુત્ર પણ બહાર આવ્યો હતો. આ ઘટના પંચમહાલ જિલ્લામાંથી સામે આવી છે. ઘોઘંબા તાલુકાના દામાવાવ પોલીસ મથકમાં ગત ફેબ્રુઆરીમાં એક મહિલા વિરુદ્ધ પતિની હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુના હેઠળ મહિલા છેલ્લા પાંચ મહિનાથી ગોધરા સબ જેલમાં કાચા કામના બંદીવાન તરીકે હતી. મહિલાની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાથી તેના પરિવારજનો જામીન કરાવી શકે તેમ નહોતા. મહિલાને એક સાત વર્ષની દીકરી અને એક ચાર વર્ષનો પુત્ર છે. દીકરીને મહિસાગરના બાળ સુરક્ષા હોમમાં રાખવામાં આવી હતી, જ્યારે ચાર વર્ષનો નાનો પુત્ર માતા સાથે જ જેલમાં રહીને બાલવાડીનો અભ્યાસ કરતો હતો. માસૂમ બાળકોના ભવિષ્યની ચિંતા કરીને ગોધરા સબ જેલના જેલ અધિક્ષક આર. બી. મકવાણાએ આ બાબતે રસ દાખવ્યો હતો. તેમણે એક NGOનો સંપર્ક કરીને મહિલાને કાનૂની સહાય મળે તે માટે નિઃશુલ્ક કેસ લડી શકે તેવા મહિલા વકીલ મમતાબેન વ્યાસ, વકીલ મોહમદ જુનેદ મકરાણી અને એમ. આઈ. મકરાણી સાથે મુલાકાત કરાવી હતી. આ ત્રણેય વકીલોએ હાલોલની સેશન્સ કોર્ટમાં મહિલાનો કેસ સંપૂર્ણપણે નિઃશુલ્ક લડ્યો હતો. વકીલોના પ્રયાસો અને દલીલોને ધ્યાને લઈને અદાલતે મહિલાના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. જામીન પર મુક્ત થતાં જ માતા સાથે જેલમાં રહેતા ચાર વર્ષના માસૂમ બાળકને ખુશી થઈ હતી. ગોધરા સબ જેલની બહાર નીકળતા જ તેના મુખમાંથી "ભારત માતા કી જય"નો નારો ગૂંજી ઊઠ્યો હતો. આ કાનૂની સહાયને કારણે આ ગરીબ પરિવારને ફરી એક થવાની તક મળી છે.
    Click here to Read More
    Previous Article
    'મત માંગવા સમયે કામ થઈ જશે કહે, પણ થતું નથી':ઈન્દ્રપ્રસ્થનગરમાં ખરાબ રોડ-રસ્તા અને ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત, થાળી અને વેલણ વગાડી મહિલાઓનો વિરોધ
    Next Article
    Exam paper leak suspected at Gujarat Ayurved University

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment