Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાં મંત્રી ડૉ. જયરામ ગામીતે સ્વદેશી મેળાનો પ્રારંભ કરાવ્યો:'સર્જનથી સમૃદ્ધિ સુધી' થીમ પર આધારિત શોપિંગ કમ ફૂડ ફેસ્ટિવલ 2026 શરૂ

    1 day ago

    સોનગઢ નગરપાલિકા દ્વારા 'સર્જનથી સમૃદ્ધિ સુધી' થીમ પર આધારિત 'સ્વદેશી મેળો - શોપિંગ કમ ફૂડ ફેસ્ટિવલ 2026' શરૂ થયો છે. રાજ્યકક્ષાના ઉદ્યોગ, રમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે રિબીન કાપીને તેનું ઉદ્ઘાટન કર્યું. મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે કહ્યું કે, વડાપ્રધાનના 'આત્મનિર્ભર અને વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેમણે સખી મંડળો અને નાના કારીગરોને આર્થિક રીતે સક્ષમ બનાવી રોજગારીની નવી તકો પૂરી પાડવા પર ભાર મૂક્યો. ઉદ્ઘાટન પછી મંત્રી ડૉ. ગામીતે સ્થાનિક કારીગરો અને સખી મંડળોના સ્ટોલ્સની મુલાકાત લીધી. તેમણે સ્વદેશી વસ્તુઓ, હસ્તકલા અને ખાદ્યપદાર્થોના ઉત્પાદનો જોયા. આનાથી મહિલા સશક્તિકરણ અને 'વોકલ ફોર લોકલ' અભિયાનને પ્રોત્સાહન મળ્યું. આ મેળામાં 30થી વધુ સ્ટોલ્સ, પરંપરાગત ફૂડ ઝોન, મિલેટ્સ અને સુશોભનની વસ્તુઓ છે. કહોડની થેલીથી લોકજાગૃતિનો સંદેશ આપતા સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રંગ ઉપવન ખાતે આયોજિત આ મેળો 17 થી 23 ઓક્ટોબર, 2026 સુધી ચાલશે.
    Click here to Read More
    Previous Article
    બેડકુવા ગામમાં 4-5 વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો:ખોખરા-ઉમરા ફળિયામાં ભયનો માહોલ હતો, વન વિભાગે કાર્યવાહી હાથ ધરી
    Next Article
    કોલકાતા નાસભાગમાં 19નાં મોત, આયોજકો સહિત 7ની ધરપકડ:3 ઘાયલ ICUમાં, એકની હાલત ગંભીર; અમિત શાહ હોસ્પિટલ પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment