Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોક્ટરને NDPS કેસમાં ફસાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ:IB પોલીસની ખોટી ઓળખ આપનારા 6 આરોપી પકડાયા

    6 days ago

    બજાણા પોલીસે ધ્રાંગધ્રા-વિરમગામ નેશનલ હાઇવે પર ડોક્ટર આશિષ શાહને NDPSના ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગના સભ્યો IB પોલીસ કર્મચારી, પોલીસ કર્મચારી અને હોમગાર્ડની ખોટી ઓળખ આપતા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો શોધી કાઢી, ગુનામાં વપરાયેલી 2 ફોર વ્હીલ કાર (કિંમત રૂ. 10,00,000) અને 5 મોબાઇલ ફોન (કિંમત રૂ. 30,000) સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટના 11 માર્ચ, 2026ના રોજ સવારે લગભગ 7:30 વાગ્યે માલવણ-વિરમગામ હાઇવે પર ટોલબૂથ નજીક બની હતી. ધ્રાંગધ્રાના ડોક્ટર આશિષ ચંપકલાલ શાહ (ઉંમર 56) અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે કિયા સોનેટ ગાડી (GJ.13.CD.5845)માં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા. તેમાંથી બે વ્યક્તિઓએ ખાખી પોલીસ યુનિફોર્મ પહેર્યો હતો, જ્યારે એક પુરુષ અને એક મહિલા સાદા કપડામાં હતા. આરોપીઓએ વાહન ચેકિંગના બહાને ડોક્ટર શાહને ઊભા રખાવ્યા હતા અને તેમની ગાડીમાંથી ડ્રગ્સની પડીકી મળી હોવાનું જણાવ્યું હતું. તેમણે ડોક્ટરના ફોટા પાડી તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ડોક્ટર શાહે બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે, 13 માર્ચ, 2026ના રોજ બજાણા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11211058260076/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 204, 126(2), 62, 61(2)(બી), 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિરલિપ્ત રાયની સીધી સૂચના અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ એક ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. બજાણા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલવા અને મુદ્દામાલ શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે, ગુનામાં વપરાયેલી કિયા સોનેટ ગાડી (GJ.13.CD.5845) ચલાવનાર નિલેશભાઈ ઉમેદરામ રામાનુજ (રહે. હામપર, તા. ધ્રાંગધ્રા) અને કેતનકુમાર હસમુખભાઈ રાવલ (રહે. હિંમતનગર)ને બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.કે. વાઘેલા અને તેમની ટીમે તાત્કાલિક રાઉન્ડઅપ કર્યા હતા. પોલીસે ગુનામાં વપરાયેલી કિયા સોનેટ ગાડી (કિંમત રૂ. 5,00,000), મારુતિ બ્રેઝા ગાડી (GJ.09.BG.2537, કિંમત રૂ. 5,00,000) અને અંગઝડતીમાંથી મળેલા 2 મોબાઇલ ફોન (કિંમત રૂ. 10,000) સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત બાકીના 4 આરોપીઓ પકડાયા છે 3. વૈભવસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા જાતે.દરબાર ઉ.વ.40 ધંધો.નોકરી(પોલીસ કોન્સટેબલ) રહે.127 ચિત્રકુટ સોસાયટી, મહાવીરનગર હિંમતનગર 4. આસિફશા ઇકબાલશા દીવાન જાતે-મુ.માન ઉવ-44 ધંધો- ડ્રાઇવિંગ (હોમ ગાર્ડ હિમતનગર યુનીટ) રહે-પરબડા તા-હિંમતનગર જી-સાબરકાઠા 5. હિતેષકુમાર ચંદુભાઇ પંચાલ જાતે.મીસ્ત્રી(લુહાર-સુથાર) ઉ.વ.40 ધંધો. ફોટોગ્રાફી રહે-અમદાવાદશહેર ગોતા 12307 નીલકંઠ એપાર્ટમેન્ટ આઇ.સી.બી. આઇસ લેન્ડની બાજુમાં વંદેમાતરમ ક્રોસ રોડ તા.જી.અમદાવાદ શહેર પીન.382481 મુળ રહે. ધોળકા ઇ-201 અક્ષર એપાર્ટમેન્ટ ખેડા-બગોદરા હાઇવે તા.ધોળકા જી.અમદાવાદ ગ્રામ્ય 6. કુપાબેન વા/ઓ હિતેષભાઇ ચંદુભાઇ પંચાલ જાતે.લુહાર-સુથાર ઉ.વ.37 ધંધો. મજુરીકામ રહે-અમદાવાદશહેર ગોતા 12307 નીલકંઠ એપાર્ટમેન્ટ આઇ.સી.બી. આઇસ લેન્ડની બાજુમાં વંદેમાતરમ ક્રોસ રોડ તા.જી.અમદાવાદ શહેર પીન.382481 મુળ રહે. ધોળકા ઇ-201 અક્ષર એપાર્ટમેન્ટ ખેડા-બગોદરા હાઇવે તા.ધોળકા જી.અમદાવાદ ગ્રામ્ય
    Click here to Read More
    Previous Article
    સાણંદમાં 23 માર્ચે વીરાંજલિ ડાયરો યોજાશે:સાંઈરામ, કિર્તીદાન અને માયા આહીર સહિતના કલાકારો શહીદ ગાથા રજૂ કરશે, જાણો કેવી રીતે ભાગ લઈ શકશો
    Next Article
    ધારાસભ્ય હેમંત ખવાએ રસ્તાના પ્રશ્નો ઉઠાવ્યા:સરકારે 64 રસ્તાઓના રિપેરિંગને મંજૂરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment