Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઈબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી:‘વસ્તી ગણતરીમાંથી વાત કરું છું’ કહી મહિલા સાથે 64 હજારનું સાઈબર ફ્રોડ

    13 hours ago

    મેઘાણીનગર વિસ્તારમાં વસ્તી ગણતરીના નામે એક યુવતી સાથે રૂ 63,900ની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશીયલ મીડિયા પર મુવીની એપ્લીકેશન ડાઉનલોડ કરતા મહિલાનો ગઠિયાઓ સાથે ભેટો થઈ ગયો હતો. આ મામલે યુવતીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. મેઘાણીનગરમાં રહેતા ભાવનાબેન પુનમચંદ ડાભી (ઉ.30) ઘરબેઠા સિલાઈકામ કરે છે. તા 9 મીએ તેણીએ મુવી એપ્લીકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરી હતી. તા 12 મીએ તેમના ફોન પર સવારના સમયે એક અજાણ્યા ઈસમે ફોન કર્યો હતો અને તેણે હું વસ્તી ગણતરી વિભાગમાંથી વાત કરુ છુ તમે ભાવનાબેન બોલો છો કહ્યા બાદ થોડો સમય પછી તેમના બેંકખાતામાંથી રૂપિયા 63,900 નુ ટ્રાન્જેકશન કરી લીધા હતા. મારા કામની વાત - નાગરિકોએ આટલી સાવચેતી રાખવી જરૂરી અજાણી એપ ડાઉનલોડ ન કરો : સોશિયલ મીડિયા પર આવતી લિંક્સ કે જાહેરાતો પરથી અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ટાળો પરમિશન આપવામાં સાવધાની: કોઈપણ એપ ડાઉનલોડ કરતી વખતે તે તમારા ફોનનો કયો એક્સેસ માંગે છે તે ખાસ તપાસો. ‘Screen Sharing’ કે ‘Remote Access’ જેવી પરમિશન જોખમી હોઈ શકે છે સરકારી પ્રતિનિધિની ઓળખ ચકાસો: વસ્તી ગણતરી કે અન્ય કોઈ સરકારી કામના નામે ફોન આવે તો ફોન પર અંગત વિગતો આપવાને બદલે જે-તે કચેરીએ જઈને અથવા સત્તાવાર ઓળખપત્રની માંગણી કરો સાઈબર હેલ્પલાઇન: જો તમારી સાથે પણ આવી કોઈ છેતરપિંડી થાય, તો તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવો
    Click here to Read More
    Previous Article
    સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો આપઘાત:આ આત્મહત્યા શંકાસ્પદ છે, યોગ્ય તપાસ કરો: હિતરક્ષક સમિતિ; સુરતમાં થોડા દિવસ પહેલા ઊંઘની ગોળી ખાધી હતી
    Next Article
    Valsad Accident News | વલસાડમાં કૈલાસ રોડ પર કાર ચાલકે સર્જ્યો ગંભીર અકસ્માત | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment