Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો આપઘાત:આ આત્મહત્યા શંકાસ્પદ છે, યોગ્ય તપાસ કરો: હિતરક્ષક સમિતિ; સુરતમાં થોડા દિવસ પહેલા ઊંઘની ગોળી ખાધી હતી

    7 hours ago

    સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરમાં 48 વર્ષીય સાધુ પ્રિયદર્શન સ્વામીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગત 26 એપ્રિલના રોજ મોટા પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ગળી ગયા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. લાંબી સારવાર બાદ ગઈકાલે 15 મેના રોજ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાને પગલે લસકાણા પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 20 દિવસની સારવાર બાદ તોડ્યો દમ મળતી વિગતો અનુસાર, પ્રિયદર્શન સ્વામી (ઉંમર વર્ષ 48, રહે. કલાકુંજ મંદિર, કાપોદ્રા ) ગત 26 એપ્રિલના રોજ રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે મંદિરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે તેમણે કોઈ ઝેરી અથવા કેમિકલયુક્ત પદાર્થ પી લીધો હોવાનું સામે આવ્યું હતું. તેમના સગા શૈલેષભાઈ અને અન્ય સેવકો તાત્કાલિક તેમને સારવાર માટે વરાછાની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે 30 એપ્રિલના રોજ અડાજણ સ્થિત બી.એ.પી.એસ. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ખસેડાયા હતા, જ્યાં ગઈકાલે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઊંઘની ગોળીઓ વધુ પ્રમાણમાં ખાઈ લીધી હતી સામે આવેલા હરિભક્તના વીડિયો નિવેદન અનુસાર, સ્વામીજીએ કોઈ કારણોસર ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હોવાની વાત વહેતી થઈ છે. સ્વામીજીને કોઈ ધંધાનું કે અન્ય કોઈ પ્રકારનું ટેન્શન નહોતું. તેઓ છેલ્લે સુધી માત્ર ઈશારા જ કરતા હતા, પરંતુ તેઓ આ ગોળીઓ ક્યાંથી લાવ્યા અને શા માટે લીધી તે મોટો તપાસનો વિષય છે. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ આત્મહત્યા શંકાસ્પદ છે, યોગ્ય તપાસ કરો: હિતરક્ષક સમિતિ બીજી તરફ, આ ઘટનાને લઈને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા લસકાણા પોલીસ સ્ટેશનના પી.આઈ.ને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમિતિના પ્રતિનિધિ ઘનશ્યામ નરસિંહભાઈ પટેલે પત્રમાં આક્ષેપ કર્યો છે કે, પ્રિયદર્શન સ્વામીના આત્મહત્યા પાછળ કેટલાક શંકાસ્પદ કારણો જવાબદાર હોઈ શકે છે. ‘ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ કરવામાં આવે’ સમિતિએ માગ કરી છે કે, ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ કરવામાં આવે, સ્વામીજીના મોબાઈલ ડિટેઈલ્સ, મેસેજ અને મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે, મંદિરના તમામ સંતો અને સેવકોના નિવેદનો નોંધવામાં આવે, જો કોઈ વ્યક્તિ દ્વારા તેમને માનસિક ત્રાસ, ધમકી, દબાણ કે બ્લેકમેઈલ કરવામાં આવતા હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ તેજ કરી BAPS હોસ્પિટલ તરફથી મળેલી વર્ધીના આધારે લસકાણા પોલીસ સ્ટેશને અકસ્માત મોત દાખલ કરીને આગળની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.ડી. સોલંકીને સોંપી છે. સાધુના પાર્થિવ દેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવીને આત્મહત્યા પાછળનું સાચું કારણ શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મંદિરમાં આ પ્રકારની ઘટના બનતા હરિભક્તોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક તારણ આપઘાત અને પેનલ પોસ્ટમોર્ટમ કરાયું લસકાણા પોલીસે સ્ટેશનના પીઆઇ મીનાબા ઝાલાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં પ્રિયદર્શન સ્વામીએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. જોકે પેનલ પોસ્ટમોર્ટમ કરવામા આવ્યું છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    કુમકુમ મંદિર 17 મેથી અધિક માસ ઉજવશે:સત્સંગ સભા, દર્શન, પ્રદક્ષિણા સહિતના નિયમો થશે
    Next Article
    સાઈબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી:‘વસ્તી ગણતરીમાંથી વાત કરું છું’ કહી મહિલા સાથે 64 હજારનું સાઈબર ફ્રોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment