Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ATSએ પકડેલો આતંકી બિલાલ વર્ષથી કઠવાડાની 'હોટલ દિવ્યા'માં રહેતો:CCTV સામે આવ્યા, રાત્રે સૂવા માટે જ આવતો અને પેમેન્ટ માટે કેશનો ઉપયોગ કરતો

    11 hours ago

    આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા પાંચ આતંકીઓને ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ)એ 17 જુલાઈએ સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી દબોચ્યા હતા. ગુજરાતમાંથી જ થોડા સમય પહેલા ઝડપાયેલા 8 આતંકીઓ સાથે આ તમામ આતંકીઓ સંકળાયેલા હોવાનો ખુલાસો થયો છે. આતંકીઓ ખતરનાક ઈરાદા ધરાવતા હોવાની વિગતો સામે આવ્યા બાદ ગુજરાત ATSએ વધુ તપાસ શરૂ કરી છે. જેમાં ઝડપાયેલા પાંચ આતંકીઓ પૈકીના એક બિલાલ શેરા છેલ્લા એક વર્ષથી કઠવાડાની એક હોટલમાં રોકાયો હતો. હોટલમાં આવતા જતા સીસીટીવી પણ સામે આવ્યા છે. એટીએસની તપાસમાં બિલાલ રાત્રે સૂવા માટે જ હોટલ પર આવતો હતો અને જે પેમેન્ટ કરતો હતો તે રોકડથી જ કરતો હતો. હોટલ દિવ્યાના CCTV સામે આવ્યા કઠવાડાની 'હોટલ દિવ્યા'ના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં બિલાલ શેરા હોટલમાંથી તેના મિત્ર સાથે બહાર નીકળતા જોવા મળી રહ્યો છે. બિલાલ અહીં એક વર્ષથી રહેતો હોવાનું સામે આવ્યું છે. હોટલ પર તે રાત્રે સૂવા માટે જ આવતો હતો અને દિવસભર બહાર રહેતો હતો. હોટલમાં જે પેમેન્ટ કરતો હતો તે ઓનલાઈન કરવાના બદલે રોકડથી જ કરતો હતો. સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું કે, અગાઉ 8 આતંકીઓની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછમાં બીજા 5 શકમંદના નામ સામે આવ્યા હતા. પાંચેયની પૂછપરછ કરતા તેઓ પણ આતંકી હોવાનું સામે આવ્યું હતું. જેથી તેમની સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી ધરપકડ કરવાના આવી હતી. આરોપીઓ મળીને ગન પાઉડર બનાવતા હતા જેનું મટીરીયલ પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર ઓનલાઇન તથા લોકલ બજારથી ખરીદતા હતા. આતંકીઓએ ટાઈમર ડિવાઈઝ પણ ખરીદી હતી. મોબાઇલમાંથી બોમ્બ બનાવવાની PDF મળી આતંકીઓને અગાઉ બનાસકાંઠા પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. પૂછપરછમાં આતંકી હોવાનું સામે આવ્યું હતું. આતંકીઓના મોબાઈલમાંથી ઘણી બધી લિટરેચરની PDF મળી હતી. આતંકીઓ જે બોમ્બ બનાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેની પણ PDF મળી હતી. કેવા બોમ્બ બનાવવા તેનું સાહિત્ય પણ મળ્યું હતું. આતંકીઓએ 8 વાર અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું હતું. આતંકીઓ પ્રો-જેહાદી હોવાનું સામે આવ્યું છે. પ્રો-જેહાદી હોવાથી આ આરોપીઓ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. 5 આતંકીઓ પાસેથી મળેલ સાહિત્ય જૈશ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. આતંકીઓની વિચારધારા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટનું પરીક્ષણ પણ અવાવરુ જગ્યાએ કરતા આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું કે તે અકેલા જેહાદ કૈસે કરે અને અન્ય પુસ્તકોની પ્રિન્ટ કઢાવી અભ્યાસ કરી રહ્યા હતા. છેલ્લા 3 વર્ષમાં અભ્યાસ કરીને 8 જગ્યાએ બ્લાસ્ટનું પરીક્ષણ પણ કર્યું હતું. આતંકીઓ બ્લાસ્ટનું પરીક્ષણ પણ અવાવરુ જગ્યાએ કરતા હતા જેનાથી લોકો અવાજ ન સાંભળી શકે. જેહાદમાં જોડાવા માટે દાવત આપતા આતંકીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા હતા કે કેમ, તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રથયાત્રા માટે કોઈ કાવતરું ઘડયું હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. ઝડપાયેલા પાંચ આતંકીઓ પૈકી બિલાલ શેરાએ અગાઉ પકડાયેલા મોહમ્મદ અમીન શેરાને પેન ડ્રાઈવ આપી હતી. જેમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મસૂદ અઝહરના જેહાદી ભાષણનો વીડિયો અને જેહાદી કિતાબો મળી આવી છે. મહમદ અયુબ કડીવાલાની સઘન પૂછપરછ દરમિયાન તેણે મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ ગાંજીવાલા અને અન્ય આરોપીઓ સાથે મળી મસ્જિદમાં ભેગા થઈ દાવત કરેલ અને IED એસેમ્બલ કરી બ્લાસ્ટ કરતા શીખ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના આતંકી મદ્રાસના અન્ય તાલીમાર્થીઓને જેહાદમાં જોડાવા માટે દાવત આપતા હતા. આતંકીઓ દ્વારા આવી કુલ ત્રણ દાવત આપવામાં આવી છે. પાંચેય આરોપીના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. ATS ટીમે પ્રતિબંધિત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે સંકળાયેલા પાંચ શંકાસ્પદ આતંકીની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરી છે. કડી કોર્ટે આ પાંચેય આરોપીના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન બોમ્બ બનાવવાનું અત્યંત જોખમી સાહિત્ય અને સામગ્રી મળી આવી છે, જેને પોલીસે જપ્ત કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી હતી. આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાએ આ સામગ્રીની મદદથી ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જોકે તે નિષ્ફળ રહ્યો હતો. આરોપીઓએ આ વિસ્ફોટક સામગ્રી બિલાલ આબિદ શેખ નામના અન્ય શખ્સને પહોંચાડી હતી. 3 જુલાઈઃ જૈશના 8 આતંકી ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીની ધરપકડ કરી હતી. આ શખસો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી એટીએસને મળતા અલગ-અલગ 5 ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ATS ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખસની ધરપકડ કરી હતી. ત્યારબાદ ATSએ આતંકીઓની પૂછપરછ કરી હતી, જેમાં વધુ પાંચના નામ ખુલતા 16 જુલાઈએ ધરપકડ કરાઈ છે. તપાસમાં આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હોવાનો એટીએસએ ઘટસ્ફોટ કર્યો હતો.(સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવતી શબાનાને ભુજ જેલમાં ધકેલાઈ:નીલમબાગ પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી
    Next Article
    મોરબી ITI ખાતે ₹12.10 કરોડના બોયઝ હોસ્ટેલનું ખાતમુહૂર્ત:શ્રમ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓને આધુનિક રહેઠાણ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment