Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ITI ખાતે ₹12.10 કરોડના બોયઝ હોસ્ટેલનું ખાતમુહૂર્ત:શ્રમ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓને આધુનિક રહેઠાણ મળશે

    11 hours ago

    મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે આજે ₹12.10 કરોડના ખર્ચે નિર્માણ થનાર અદ્યતન બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ મોરબી જિલ્લામાં કૌશલ્યલક્ષી શિક્ષણને વધુ મજબૂત બનાવશે. શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભૂમિપૂજન સંપન્ન થયું. આ નવીન હોસ્ટેલના નિર્માણથી મોરબી ITIમાં ટેકનિકલ શિક્ષણ મેળવવા આવતા બહારગામ તેમજ ગ્રામ્ય વિસ્તારોના તાલીમાર્થીઓને સુરક્ષિત અને આધુનિક રહેઠાણની સુવિધા મળશે. તેનાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થશે અને કૌશલ્ય શિક્ષણને પણ પ્રોત્સાહન મળશે. આ પ્રસંગે મોરબીના મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, રોજગાર અને તાલીમ વિભાગના અધિકારીઓ, ITIના પ્રિન્સિપાલ માયાબેન પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દિગ્વિજય સોલંકી સહિત સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ATSએ પકડેલો આતંકી બિલાલ વર્ષથી કઠવાડાની 'હોટલ દિવ્યા'માં રહેતો:CCTV સામે આવ્યા, રાત્રે સૂવા માટે જ આવતો અને પેમેન્ટ માટે કેશનો ઉપયોગ કરતો
    Next Article
    9 જુગારીઓ રૂ.3.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા:વાઘોડિયા રોડ પર ચાલતા જુગારઅડ્ડા પર પાણીગેટ પોલીસનો દરોડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment