Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    9 જુગારીઓ રૂ.3.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા:વાઘોડિયા રોડ પર ચાલતા જુગારઅડ્ડા પર પાણીગેટ પોલીસનો દરોડો

    13 hours ago

    વડોદરામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. જેના આધારે શ્રવણ માસ પૂર્વે જ પોલીસ કાર્યવાહી કરી રહી છે. પાણીગેટ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન જુગારધામ પર દરોડો પાડી નવ આરોપીઓને ઝડપી રૂપિયા 3.88 લાખાના મુદ્દામાલને જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જુગાર રમતા 9 શખસ રંગેહાથ ઝડપાયા પોલીસને બાતમી મળી હતી કે, વાઘોડિયા રોડ પર કાકા પાઉભાજીની ગલીમાં આવેલી અમૃતાપાર્ક સોસાયટીના મકાન નંબર સી/12માં અર્પણ દેસાઈ નામનો શખસ અન્ય લોકોને ભેગા કરી પોતાના મકાનમાં પૈસાની હારજીતનો પત્તા-પાનાનો જુગાર રમાડે છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દરોડો પાડી જુગાર રમતા કુલ 9 ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 3.88 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં જુગારીઓની અંગ ઝડતીમાંથી મળેલા રોકડા રૂપિયા 45,240, જુગારના પાના પરથી મળેલા રોકડા રૂપિયા 22,800, રૂપિયા 1,50,000ની કિંમતના 9 નંગ મોબાઈલ ફોન, રૂપિયા 1,70,000ની કિંમતના 6 નંગ મોપેડ તથા મોટરસાયકલ તેમજ પત્તા-પાના અને લાઈટ બિલ મળીને કુલ રૂપિયા 3,88,040નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાંથી મોટાભાગના શખ્સો વાઘોડિયા રોડ વિસ્તારના આ જુગારધામમાંથી પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સંચાલક અર્પણભાઈ રાજેશભાઈ દેસાઈ (ઉં.વ. 34), ચિરાયુ અતુલકુમાર દેસાઈ (ઉં.વ. 38), સુજલ મહેશકુમાર શાહ (ઉં.વ. 34), વિનયભાઈ હરીશભાઈ રાજપુત (ઉં.વ. 23), ઋષિભભાઈ જયેશકુમાર બક્ષી (ઉં.વ. 33), ભાવિક સતીષભાઈ પરીખ (ઉં.વ. 33), સુમિત દિલીપભાઈ પ્રજાપતિ (ઉં.વ. 34), સન્નીભાઈ બકુલભાઈ શાહ (ઉં.વ. 34, રહે. ડભોઈ રોડ) અને ધર્મેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ રાજપુત (ઉં.વ. 33)નો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાંથી મોટાભાગના શખ્સો વાઘોડિયા રોડ વિસ્તારના જ રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી ITI ખાતે ₹12.10 કરોડના બોયઝ હોસ્ટેલનું ખાતમુહૂર્ત:શ્રમ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓને આધુનિક રહેઠાણ મળશે
    Next Article
    BCCI Asks Selectors To Stay Silent As Rohit Sharma's Future Debate Intensifies: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment