Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવતી શબાનાને ભુજ જેલમાં ધકેલાઈ:નીલમબાગ પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી

    8 hours ago

    ભાવનગર શહેરમાં સ્પાની આડમાં અનૈતિક દેહવ્યાપાર ચલાવતી એક મહિલા વિરુદ્ધ જિલ્લા કલેક્ટર દ્વારા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીના પગલે નિલમબાગ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી તેને ભુજની જેલમાં મોકલી આપી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસાની દરખાસ્ત મંજૂર આ અંગે મળતી માહિતી મુજબ, ​પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક દ્વારા અંગ્રેજી દારૂ, મિલકત અને શરીર સંબંધિત ગુનાઓ તેમજ અનૈતિક દેહવ્યાપાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ​આ સૂચનાના ભાગરૂપે નિલમબાગ પોલીસે સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવતી મહિલા શબાના વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. ધરપકડ બાદ ભુજની જેલમાં મોકલાઈ ​પોલીસ દ્વારા કરવામાં આવેલી પાસા હેઠળ શબાનાબેન ફારુકભાઈ થીમ (ઉં.વ.37, હાલ રહે.શ્રીજી પાર્ટી પ્લોટ સામેના ખાંચામાં, શિવધારા સોસાયટી, ભાવનગર મૂળ રહે.મફતનગર, મહમદી મસ્જિદ પાસે, કુંભારવાડા, ભાવનગર વાળી) મહિલાને ધરપકડ કરી ભુજની ખાસ જેલમાં મોકલી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દામોદર કુંડ ખાતેથી મહાકાય મગર રેસ્ક્યું કરાયું:ભવનાથના પવિત્ર દામોદર કુંડમાં આવી ચડ્યો મહાકાય મગર: સ્નાન કરવા આવેલા ભાવિકોની સતર્કતાથી વન વિભાગને કરાઈ જાણ, મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું.
    Next Article
    ATSએ પકડેલો આતંકી બિલાલ વર્ષથી કઠવાડાની 'હોટલ દિવ્યા'માં રહેતો:CCTV સામે આવ્યા, રાત્રે સૂવા માટે જ આવતો અને પેમેન્ટ માટે કેશનો ઉપયોગ કરતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment