Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દામોદર કુંડ ખાતેથી મહાકાય મગર રેસ્ક્યું કરાયું:ભવનાથના પવિત્ર દામોદર કુંડમાં આવી ચડ્યો મહાકાય મગર: સ્નાન કરવા આવેલા ભાવિકોની સતર્કતાથી વન વિભાગને કરાઈ જાણ, મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું.

    7 hours ago

    ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ ક્ષેત્રના ઐતિહાસિક અને અત્યંત પવિત્ર ગણાતા દામોદર કુંડમાંથી વન વિભાગ દ્વારા એક મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ચોમાસાની ઋતુ દરમિયાન પાણીના પ્રવાહ સાથે આ વિશાળકાય મગર સીધો દામોદર કુંડના પવિત્ર પાણીમાં આવી ચડ્યો હતો. ​ દરરોજની જેમ સવારના સમયે દામોદર કુંડ ખાતે પવિત્ર સ્નાન કરવા અને અસ્થિ વિસર્જન અર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એકત્રિત થયા હતા. આ દરમિયાન કુંડના પાણીમાં એકાએક મહાકાય મગર તરતો જોવા મળ્યો હતો. જોકે, ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ધોરણે આ અંગેની જાણ વન વિભાગને કરી હતી. ​મગર હોવાની માહિતી મળતાની સાથે જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ જરૂરી સાધન-સામગ્રી સાથે તાબડતોબ દામોદર કુંડ ખાતે પહોંચી ગઈ હતી. વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ કુંડના પાણીમાંથી આ મહાકાય મગરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે બહાર કાઢી તેનું સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. મગરનું રેસ્ક્યુ થતાં જ કુંડ પર હાજર યાત્રિકો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વન વિભાગની કામગીરીને બિરદાવી હતી. ​દામોદર કુંડ વિસ્તારમાં મગર દેખાવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પૂર્વે થોડા સમય પહેલા જ આ જ પવિત્ર કુંડમાંથી અન્ય એક મગરનું પણ વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પહાડી અને જંગલ વિસ્તારને અડીને આવેલા આ જળાશયોમાં વારંવાર મગર આવી ચડતા હોવાથી, વન વિભાગ દ્વારા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને પણ કુંડમાં ઉતરતી વખતે વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi in Dehradun: छात्रों की गूंज शो में दिखा राहुल गांधी का नया अंदाज| Congress |Mega Event
    Next Article
    સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવતી શબાનાને ભુજ જેલમાં ધકેલાઈ:નીલમબાગ પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment