Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમાકુ એસો.ની બેઠકમાં નિર્ણય:40 ટકા GSTના વધારાના વિરોધમાં વેપારીઓની તમાકુની ખરીદી પર બ્રેક

    6 days ago

    ​ઉત્તર ગુજરાતમાં રવિ પાકની સિઝન ટાણે જ મોટો વળાંક આવ્યો છે. ઊંઝાના સાઈબાબા મંદિર ખાતે તાજેતરમાં ઉત્તર ગુજરાતના તમામ તમાકુ એસોસિએશનોની મળેલ અત્યંત મહત્વની બેઠકમાં 40 ટકા જીએસટી કમરતોડ હોવાની લાગણી સાથે તમામ વેપારીઓએ કાચી તમાકુની ખરીદી પર અનિશ્ચિત સમય માટે હાલમાં બ્રેક મારી દીધી છે. ​​કારોબારી સભ્યોની આ બેઠકમાં નક્કી કરાયું છે કે જ્યાં સુધી એસોસિએશન દ્વારા આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ વેપારીએ માલ લેવો નહીં. આ ગૂંચ ઉકેલવા માટે દરેક એસોસિએશનમાંથી 4 થી 5 સભ્યોની એક વિશેષ કમિટી બનાવાઈ છે. આ કમિટીની આગામી નિર્ણાયક બેઠક તા.5 એપ્રિલના રોજ યોજાશે. જેમાં ખરીદી શરૂ કરવા અંગેનો આખરી નિર્ણય લેવાશે. ​ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં કુલ 12553 હેક્ટરમાં તમાકુનું વાવેતર તૈયાર થઈ ગયું છે. ઝડપથી નિકાલ નહીં આવે તો ખેડૂતો માટે સમસ્યા {ઇડરના ખેડૂત રમેશભાઈ પટેલે જણાવ્યું કે, ​અત્યારે માલ વેચીને લેણું ચૂકવવાનો સમય છે ત્યારે વેપારીઓ ખરીદી બંધ કરીને બેસી ગયા છે. 5 એપ્રિલ સુધી બજાર બંધ રહેશે તો અમારો માલ ઘરના આંગણે પડ્યો રહેશે. જીએસટીની મડાગાંઠ નહિ ઉકલે તો માલની ક્વોલિટી ગ્રેડીંગને અસર થઈ શકે છે. {હિંમતનગરના ખેડૂત અમરતભાઈએ જણાવ્યું કે ખેડૂતોને લગ્નની સિઝન અને આગામી ખરીફ પાકના વાવેતરની તૈયારીઓ માટે પૈસાની જરૂર હોય છે. જે આ નિર્ણયને કારણે બાધિત થશે. વળી વેપારીઓ ખરીદી શરૂ કરશે અને એકસાથે માલનો ભરાવો થશે તો પણ ભાવ નહિ મળે. {હિંમતનગર માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ પટેલે જણાવ્યું કે ગંભીર સમસ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દુર્ઘટના:થાંભલા પર વીજ કામ કરતા કામદારને કરંટ લાગતા પટકાયો : ઝાડીમાં આગ
    Next Article
    ભાસ્કર ખાસ‎:સિદ્ધપુરની ડુંગરીયાસણ અને દશાવાડા પંચાયતો દ્વારા 100% વેરા વસૂલાત‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment