Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રકાયદે રેતી ખનનનો ભૂસ્તર વિભાગે કર્યો પર્દાફાશ‎:માફિયાઓ ભાગી છૂટ્યા, 100 મેટ્રિક ટન રેતી ચોરી મુદ્દે ટ્રક અને યાંત્રિક બાર્જના ઓપરેટર સામે ફરિયાદ નોંધાઇ

    8 hours ago

    બીલીમોરા ગણદેવી તાલુકા હેઠળ આવતા બીલીમોરામાં અંબિકા નદીના પટમાંથી કોઈપણ જાતની પરવાનગી વગર મોટાપાયે ગેરકાયદે રેતી ચોરી કરવાનો પર્દાફાશ થયો છે. આ મામલે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિવ્યાંક રતીભાઈ શિરોયા દ્વારા બીલીમોરા તથા ધોલાઈ મરીન પોલીસ મથકે ટ્રક અને યાંત્રિક બાર્જના ઓપરેટરો સામે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. તા. 30-09-2026ના રોજ બીલીમોરા સ્મશાનભૂમિ પાછળથી વહેતી અંબિકા નદીના પટમાં સરકારી નિયંત્રણ હેઠળની રેતીનું ગેરકાયદે ખનન થતું હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન મંજૂરી વિના આશરે 100 મેટ્રિક ટન રેતી રૂપિયા 33,840ની ચોરી થવાનું ખૂલ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા સ્થળ પરથી 2 યાંત્રિક બાર્જ અને 11 જેટલા ટ્રકો સહિત આશરે રૂપિયા 2.25 કરોડનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 અને માઇન્સ એન્ડ મિનરલ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંબિકાના પટમાંથી અગાઉ 25 લાખની બોટ અને બે મશીન પણ જપ્ત કરાયા હતા ​ બીલીમોરાની અંબિકા નદી ખનન માફિયાઓ માટે વર્ષોથી સોનાની ખાણ સમાન બની ગઈ છે. અગાઉ પણ તંત્ર દ્વારા અહીંથી કરોડો રૂપિયાનું ખનન નેટવર્ક પકડાયું છે: ​માર્ચ 2026: ખાણ-ખનીજ વિભાગે અંબિકા નદીના પટમાં દરોડો પાડી રૂ. 25 લાખની કિંમતની બોટ અને 2 મશીનરી જપ્ત કરી હતી. ​ 4 બાર્જ સીઝ અને દંડ: ભૂતકાળમાં તંત્રએ નદીમાં ચાલતા 4 સક્શન બાર્જ પકડી ભારે દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરતાં બોટ માલિકો સામે રિકવરી કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. હજી એ બાબતે થોડા સમય થયો છે ત્યાં વધુ એક ગેરકાયદે પ્રવૃત્તિ સામે આવી છે. નદીના પ્રવાહની દિશા અને ચોમાસામાં પૂરના જોખમની શક્યતા નદીના ઊંડાણવાળા વિસ્તારોમાં માફિયાઓ દ્વારા છૂપી રીતે થતા રેતી ખનનને પકડવા નવસારી જિલ્લા ભૂસ્તર વિભાગે આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. ડ્રોન સર્વેલન્સમાં ચોક્કસ લોકેશન ટ્રેસ થયા બાદ તુરંત દરોડા પાડવામાં આવ્યા હતા. અંબિકા નદીના તળિયેથી મિકેનિકલ બાર્જ વડે આડેધડ થતા ઉત્ખનનથી જળચર જીવોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. નિષ્ણાતોના મતે અનિયંત્રિત રેતી ચોરીને લીધે નદીના કુદરતી પ્રવાહની દિશા બદલાવાનું અને ચોમાસામાં પૂરનું જોખમ વધવાનું જોખમ રહે છે. ઉપરાંત, આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર ઝડપથી નીચે જવાની ગંભીર ભીતિ સર્જાઈ છે.
    Click here to Read More
    Previous Article
    અંધજન સહિત કેટેગરીના ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ‎:દિવ્યાંગ ખેલ મહાકુંભમાં 30 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન
    Next Article
    ગણદેવી પોલીસે 10.50 લાખના મુદ્દામાલ સાથે 1ને દબોચ્યો‎:ખારેલ હાઈવે પર શાકભાજીના કેરેટની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment