Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી હાઈવે પર BMW કારમાં આગ, Video:દુવાડા પાસે સ્પાર્ક થતા ધુમાડા, ચાર લોકોનો આબાદ બચાવ

    8 घंटे पहले

    નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર મુંબઈથી અમદાવાદ જઈ રહેલી એક BMW કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ કારમાં બે મહિલા અને બે બાળકો સવાર હતા. જોકે, કાર ચલાવી રહેલી મહિલાની સમયસૂચકતાને કારણે તમામ સવારો સમયસર બહાર નીકળી ગયા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી અને ચારેયનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્ર પાસિંગની BMW કાર (નંબર: MH Z EZ 6570) મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહી હતી. નેશનલ હાઈવે-48 પર દુવાડા અને સૂથવાડ ગામ વચ્ચે પહોંચતા કારમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થયો હતો. જોતજોતામાં બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને આગ ભભૂકી ઉઠી. કાર ચલાવી રહેલા એકતાબેન મહેતાને આગની ગંધ અને ધુમાડો જણાતા તેમણે તુરંત જ સમયસૂચકતા વાપરી કારને હાઈવેની સાઈડમાં રોકી દીધી હતી. કાર ઉભી રાખીને તેમાં સવાર અન્ય એક મહિલા અને બે બાળકો સહિત ચારેય લોકો તાત્કાલિક સુરક્ષિત બહાર નીકળી ગયા. આના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ હાઈવે ઓથોરિટી દ્વારા ગણદેવી ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ ગણદેવી ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગને કારણે કારને ભારે નુકસાન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    તળાજાના વાવડીમાં આશાપુરા માતાના મઢમાંથી 100 ચાંદીના છત્તરોની ચોરી:અગાઉ ઝડપાયેલા ચાર તસ્કરે ચોરી કર્યાની કબૂલાત આપતાં દાઠા પોલીસમાં ફરિયાદ
    Next Article
    સ્કૂલોના 100 મીટરમાં જંકફૂડ વેચાણ પર પ્રતિબંધની માગ:કેન્ટીનનું રજિસ્ટ્રેશન અને નાસ્તાને લઈને કડક SOP બનાવવા શિક્ષણમંત્રીને પત્ર, મહારાષ્ટ્રમાં લાગુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment