Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલોના 100 મીટરમાં જંકફૂડ વેચાણ પર પ્રતિબંધની માગ:કેન્ટીનનું રજિસ્ટ્રેશન અને નાસ્તાને લઈને કડક SOP બનાવવા શિક્ષણમંત્રીને પત્ર, મહારાષ્ટ્રમાં લાગુ

    9 hours ago

    નાની વયના બાળકોમાં વધતા જતાં ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને ધ્યાને રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને પત્ર લખી શાળા પરિસરમાં જંકફૂડના વેચાણ પર કડક નિયંત્રણો મૂકવાની માગ કરી છે. મહામંડળે શાળાની કેન્ટીનો માટે કડક SOP બનાવવા તેમજ શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં જંકફૂડ, પેકેટ ફૂડ અને વધુ પડતા તેલ-ખાંડવાળા ખાદ્યપદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે પણ શાળાઓની 50 મીટરની ત્રિજ્યામાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. કેન્ટીનનું રજિસ્ટ્રેશન અને સમયાંતરે ચેકિંગની માગ શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું કે, શાળાઓમાં ચાલતી કેન્ટીનોનું રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ. આ ઉપરાંત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા કેન્ટીનમાં પીરસવામાં આવતી વાનગીઓની સમયાંતરે ચકાસણી થવી જોઈએ. તેમજ વાલીઓની ટીમે પણ શાળા કેન્ટીનની અવારનવાર મુલાકાત લઈ ગુણવત્તા તપાસવી જોઈએ. જો કોઈ સંસ્થા સરકારની SOPનું પાલન ન કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે. પૌષ્ટિક આહારની ટેવ પાડવા પર ભાર બાળક કેજીથી ધોરણ 12 સુધીનો મોટાભાગનો સમય શાળામાં વિતાવે છે, તેથી તેને નાનપણથી જ પૌષ્ટિક આહારની ટેવ પાડવી જરૂરી છે. પૂર્વકાળની જેમ સીંગ અને ચણા જેવા પૌષ્ટિક ખોરાકનો ઉપયોગ વધારવા પર અધ્યક્ષે ભાર મૂક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નવસારી હાઈવે પર BMW કારમાં આગ, Video:દુવાડા પાસે સ્પાર્ક થતા ધુમાડા, ચાર લોકોનો આબાદ બચાવ
    Next Article
    સેલવાસમાં સેલ્ફી લેતાં પગ લપસ્યો:15 વર્ષીય કિશોરી દમણગંગા નદીમાં તણાઈ; પાણીના પ્રવાહને કારણે શોધવામાં મુશ્કેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment