Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ઘટના:થાંભલા પર વીજ કામ કરતા કામદારને કરંટ લાગતા પટકાયો : ઝાડીમાં આગ

    6 days ago

    ગોધરાના લીલેસરા સબ સ્ટેશન પાછળ વિજથાંભલા પર કામદાર કામ કરતા દરમ્યાન અચાનક વિજપુરવઠો ચાલુ થતા કામદારને કરંટથી દાઝી જતા નીચે પટકાતા ઝાંડી ઝાખરામાં આગ લાગી હતી. ઇજાગ્રસ્ત કામદારને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. ગોધરા શહેરના લીલેશરા સબ સ્ટેશન પાછળના વિસ્તારમાં એક આગ ઘટના બની હતી. જેમાં વીજ થાંભલા પર કામ કરતા એક કામદારને વીજ કરંટ લાગ્યો હતો.માહિતી મુજબ, જેટકોના 220 કે.વી. સબ સ્ટેશન નજીક ખાનગી કોન્ટ્રાકટર દ્વારા કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન શાંતિલાલ ડામોર નામનો કામદાર વીજ થાંભલા પર ચઢીને કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક વીજ લાઈનમાં વીજ પુરવઠો શરૂ થઈ જતા તેને ઉચ્ચ દબાણનો વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા કામદાર ગંભીર રીતે દાઝી ગયો હતો અને થાંભલા પરથી નીચે પટકાયો હતો. નીચે પડ્યા બાદ જ્યાં સૂકા ઝાડી-ઝાંખરા હતા. ત્યાં આગ લાગી જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. લીલેસરા સબ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક ઇજાગ્રસ્ત કામદારને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બીજી તરફ આગ ફેલાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી લગભગ બે કલાકથી વધુ સમય સુધી મહેનત કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:મોરબીમાં સ્ટેમ્પ વેન્ડર પાસેથી 11 લાખના 2.43 કરોડ પડાવ્યા છતાં વ્યાજખોરોનું પેટ ન ભરાયું
    Next Article
    તમાકુ એસો.ની બેઠકમાં નિર્ણય:40 ટકા GSTના વધારાના વિરોધમાં વેપારીઓની તમાકુની ખરીદી પર બ્રેક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment